આ ફિલ્મને ‘ધ કેરલ સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેન ડિરેક્ટ કરશે.
વિપુલ શાહ
‘ધ કેરલ સ્ટોરી’ બાદ વિપુલ શાહ અને ડિરેક્ટર સુદીપ્તો સેન વધુ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ બન્ને મળીને ફિલ્મ ‘બસ્તર’ બનાવવાના છે. આ ફિલ્મને ‘ધ કેરલ સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેન ડિરેક્ટ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે પાંચમી એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મની જાહેરાત મેકર્સે કરી છે. એ ફિલ્મની ટૅગલાઇનમાં લખવામાં આવ્યું છે કે એક એવું છુપાયેલું સત્ય જે આખા દેશમાં તોફાન લાવશે. ‘ધ કેરલ સ્ટોરી’એ જે પ્રકારે લોકોને વિચારતા કરી દીધા હતા, ઠીક એ રીતે આ ફિલ્મ પણ લોકોને હચમચાવી નાખશે એવું લાગી રહ્યું છે. ફિલ્મમાં કયા ઍક્ટર્સ હશે એના વિશે જાહેરાત કરવામાં નથી આવી.


