એક લીડિંગ ડિજિટલ પ્લૅટફૉર્મનો સંપર્ક કરીને પૂછ્યું કે ‘ધ કેરલ સ્ટોરી’ જેવી સફળ ફિલ્મને કેમ હજી સુધી ડિજિટલ પ્લૅટફૉર્મ નથી મળ્યુ. તો તેમના જવાબે મને ચોંકાવી દીધો. તેમનું કહેવું હતું કે અમારે પૉલિટિકલી વિવાદાસ્પદ હોય એવી વસ્તુમાં નથી પડવું.’
‘ધ કેરલ સ્ટોરી’ને ડિજિટલ પ્લૅટફૉર્મ પર કોઈ નથી ખરીદી રહ્યું
અદા શર્માની ‘ધ કેરલ સ્ટોરી’ને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ખરીદવા માટે કોઈ મળી નથી રહ્યું. આ ફિલ્મને સુદીપ્તો સેને ડિરેક્ટ અને વિપુલ શાહે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું કે કઈ રીતે યુવતીઓને ફસાવીને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવે છે અને તેમને આતંકવાદમાં ધકેલવામાં આવે છે. આવી હજારો યુવતીઓ ગુમ થઈ છે, જેની કોઈ ભાળ નથી મળી. એવામાં ફિલ્મ જલદી ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. એ વિશે સુદીપ્તોએ કહ્યું કે ‘અમને હજી સુધી ડિજિટલ પ્લૅટફૉર્મ તરફથી ‘ધ કેરલ સ્ટોરી’ માટે કોઈ ખાસ ઑફર નથી મળી. અમે મુખ્ય ડિજિટલ પ્લૅટફૉર્મ તરફથી સારી ડીલ મળે એની રાહ જોઈ રહ્યા છીએ. જોકે અત્યાર સુધી કાંઈ ખાસ ઑફર નથી આવી. એવું લાગે છે કે અમને સજા આપવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અમારી વિરુદ્ધ ગૅન્ગ બનાવી રહી છે. એવું લાગે છે કે અમને મળેલી સફળતાની સજા આપવા માટે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી એક થઈ ગઈ છે. મેં જ્યારે એક લીડિંગ ડિજિટલ પ્લૅટફૉર્મનો સંપર્ક કરીને પૂછ્યું કે ‘ધ કેરલ સ્ટોરી’ જેવી સફળ ફિલ્મને કેમ હજી સુધી ડિજિટલ પ્લૅટફૉર્મ નથી મળ્યુ. તો તેમના જવાબે મને ચોંકાવી દીધો. તેમનું કહેવું હતું કે અમારે પૉલિટિકલી વિવાદાસ્પદ હોય એવી વસ્તુમાં નથી પડવું.’


