વિક્રાન્ત મેસીએ તેની ‘લવ હૉસ્ટેલ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે.
લવ હૉસ્ટેલ’નું શૂટિંગ પૂરું કર્યું વિક્રાન્ત મેસીએ
વિક્રાન્ત મેસીએ તેની ‘લવ હૉસ્ટેલ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. શંકર રામન આ ક્રાઇમ-થ્રિલરને ડિરેક્ટ કરી રહ્યો છે જેમાં વિક્રાન્તની સાથે બૉબી દેઓલ અને સાન્યા મલ્હોત્રાએ કામ કર્યું છે. શાહરુખ ખાન અને દૃશ્યમ ફિલ્મ્સ દ્વારા ગયા વર્ષે ઑક્ટોબરમાં જાહેરાત કરવામાં આવી હતી જેનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવ્યું હતું. શૂટિંગ પૂરું થતાં ફોટો શૅર કરીને વિક્રાન્તે કૅપ્શન આપી હતી, ‘અત્યાર સુધીની આ જર્ની ખૂબ જ સારી રહી છે અને આ સ્ટોરીને લોકો સમક્ષ લઈ જવા માટે હું ખૂબ ઉત્સુક છું. ‘લવ હૉસ્ટેલ’નું શૂટિંગ પૂરું થયું છે.’