Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રાન્ત મેસી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખોલશે રિયલ મુસાફિર કૅફે

વિક્રાન્ત મેસી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખોલશે રિયલ મુસાફિર કૅફે

Published : 18 September, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મળતી માહિતી પ્રમાણે બન્ને સ્થળોએ કૅફેના નિર્માણનું કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે

વિક્રાન્ત મેસી

વિક્રાન્ત મેસી


વિક્રાન્ત મેસી ‘મુસાફિર કૅફે’ની સફળતાનો આનંદ માણ્યા બાદ પણ એમાંથી બહાર નીકળવાના મૂડમાં નથી. રિપોર્ટ પ્રમાણે વિક્રાન્ત હવે બિઝનેસની દુનિયામાં પણ હાથ અજમાવવા જઈ રહ્યો છે અને તે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ‘મુસાફિર કૅફે’ નામે બે નવાં કૅફે ખોલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે બન્ને સ્થળોએ કૅફેના નિર્માણનું કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે આ કૅફેને તેના લોકપ્રિય શોમાં જોવા મળેલા કૅફેની જેમ જ ડિઝાઇન કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત એમાં કલાકારોના રહેવા માટે આશરે ૨૦ રૂમ પણ બનાવવામાં આવશે. આ રીતે ‘મુસાફિર કૅફે’ની દુનિયાને સ્ક્રીનની બહાર વાસ્તવિક દુનિયામાં પણ આકાર આપવામાં આવી રહ્યો છે. આ કૅફેમાં બનાવવામાં આવનારી આર્ટિસ્ટ રેસિડન્સી સ્પેસ દુનિયાભરમાંથી આવતા કલાકારોને રહેવાની સાથે કામ કરવા માટે પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડશે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK