Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બે વર્ષની સગાઈ બાદ અલગ થયાં વિદ્યુત અને નંદિતા

બે વર્ષની સગાઈ બાદ અલગ થયાં વિદ્યુત અને નંદિતા

17 March, 2023 05:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે સોશ્યલ મીડિયામાં પણ એ વિશે જાહેરાત કરી હતી

નંદિતા મહતાણી અને વિદ્યુત જામવાલ

નંદિતા મહતાણી અને વિદ્યુત જામવાલ


વિદ્યુત જામવાલ અને નંદિતા મહતાણીએ બે વર્ષની સગાઈ બાદ અલગ થવાનું નક્કી કર્યું છે. વિદ્યુત હાલમાં તેના પ્રોડક્શન હાઉસની ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. ડિઝાઇનર નંદિતા સાથે વિદ્યુતે ૨૦૨૧માં આગરામાં આવેલા તાજ મહેલમાં સગાઈ કરી હતી. તેમણે સોશ્યલ મીડિયામાં પણ એ વિશે જાહેરાત કરી હતી. જોકે તેઓ હાલમાં ડીઆન પાન્ડેની દીકરીની હલ્દી સેરેમનીમાં જોવા મળ્યાં હતાં. તેઓ બન્ને એકમેકથી અંતર રાખતાં જોવા મળ્યાં હતાં. વિદ્યુત હાલમાં સોશ્યલ મીડિયા પરથી ગાયબ છે એ પાછળનું કારણ પણ આ જ ગણવામાં આવી રહ્યું છે. તેઓ અલગ તો થયાં છે, પરંતુ હજી પણ બન્ને એકમેકનો એટલો જ રિસ્પેક્ટ કરે છે અને જરૂર પડ્યે એકબીજાના પડખે પણ ઊભાં રહેવાની તૈયારી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK