અમિતાભ બચ્ચનની જાસૂસી કરવી છે વિદ્યા બાલનને
વિદ્યા બાલન સંગ અમિતાભ બચ્ચન
વિદ્યા બાલને હાલમાં જ જણાવ્યું હતું કે તેને જો જાસૂસી કરવાનો ચાન્સ મળશે તો તે અમિતાભ બચ્ચનની જાસૂસી કરવા માગે છે. વિદ્યાને લોકો વિશે જાણવાની ખૂબ ઉત્સુકતા છે. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘મને ક્યારેય કોઈના વિશે જાસૂસી કરવાની જરૂર નથી પડી, પરંતુ દરેક જણ વિશે દરેક વસ્તુ જાણવામાં મને રસ છે. મારી અંદર એક જાતનો કીડો છે જે લોકો વિશે દરેક બાબત જાણવા માગે છે.
આ પણ વાંચો : વરુણ ધવને કલંકનો પ્લૉટ એક બુક પરથી લેવામાં આવ્યો હોવાની વાતને ફગાવી
ADVERTISEMENT
અમિતાભ બચ્ચન વિશે હું સઘળું જાણવા માગું છું. તેમના વિચારો અને તેમની ફીલિંગ્સ તેમના ચહેરા પરથી જાણી નથી શકાતાં. તેમના સ્ટ્રેટ ફેસને સમજવું થોડું અઘરું બની જાય છે. ખરું કહું તો તેઓ જ્યારે કૅમેરાની સામે હોય છે ત્યારે તેઓ એકદમ અલગ દેખાય છે.’