Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પહેલાં ૧૨ કિલો વજન વધાર્યું અને પછી ૧૫ કિલો ઘટાડ્યું

પહેલાં ૧૨ કિલો વજન વધાર્યું અને પછી ૧૫ કિલો ઘટાડ્યું

Published : 04 July, 2026 01:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લવ ઍન્ડ વૉર માટે વિકીએ કર્યું ગજબનું ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન, વિકી કૌશલ હાલમાં પોતાની કરીઅરની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’માં કામ કરી રહ્યો છે.

વરસાદ અને તું

વરસાદ અને તું


વિકી કૌશલ હાલમાં પોતાની કરીઅરની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’માં કામ કરી રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને હવે એ પૂરું થવાની તૈયારીમાં છે. 
ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે પોતાના પાત્ર માટે જરૂરી ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન લાવવા વિકી કૌશલે બહુ મહેનત કરી છે. વિકીના પ્રયાસો વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું કે ‘‘લવ ઍન્ડ વૉર’ના શૂટિંગની શરૂઆત વખતે તેણે પાત્રમાં ઢળવા માટે લગભગ ૧૨ કિલો વજન વધાર્યું હતું. ત્યાર બાદ ફિલ્મના ક્લાઇમૅક્સના શૂટિંગ માટે તેણે લગભગ ૧૫ કિલો વજન ઘટાડીને ફરી એક શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. પોતાના કામ પ્રત્યેનું તેનું સમર્પણ હંમેશાં પ્રશંસનીય રહ્યું છે.’

વરસાદ અને તું



વિકી કૌશલે પત્ની કૅટરિના કૈફ સાથે પોસ્ટ કરી રોમૅન્ટિક તસવીર


મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. વિકી કૌશલે સોશ્યલ મીડિયામાં પત્ની કૅટરિના સાથે આ રોમૅન્ટિક મોસમની મજા માણતી ક્ષણ શૅર કરી છે. આ પોસ્ટ સાથે વિકીએ લખ્યું છે : વરસાદ અને તું. અને તેમનો રોમૅન્સ જોઈને ચાહકો કહી રહ્યા છે કે બન્ને વચ્ચે ખરેખર સાચો પ્રેમ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK