Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અટવાઈ ગઈ છે સલમાન ખાનની માતૃભૂમિ

અટવાઈ ગઈ છે સલમાન ખાનની માતૃભૂમિ

Published : 04 July, 2026 03:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૦માં ભારતની અને ચીનની સેના વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પર આધારિત સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ પહેલાં ઈદના અવસરે ૧૭ એપ્રિલે રિલીઝ થવાની હતી. એ સમયે ફિલ્મનું નામ ‘બૅટલ ઑફ ગલવાન’ હતું, પણ પછી...

અટવાઈ ગઈ છે સલમાન ખાનની માતૃભૂમિ

અટવાઈ ગઈ છે સલમાન ખાનની માતૃભૂમિ


૨૦૨૦માં ભારતની અને ચીનની સેના વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પર આધારિત સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ પહેલાં ઈદના અવસરે ૧૭ એપ્રિલે રિલીઝ થવાની હતી. એ સમયે ફિલ્મનું નામ ‘બૅટલ ઑફ ગલવાન’ હતું, પણ પછી એને બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. એ સમયે એવી ધારણા હતી કે ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એને લઈને ચીનમાં વિવાદ શરૂ થઈ ગયો હતો. ફિલ્મનું ટીઝર ઑનલાઇન આવ્યા બાદ ચીનના અનેક લોકોએ ફિલ્મ પર ગલવાન ઘાટીની અથડામણને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે રિપોર્ટ છે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને અટકાવી દીધી છે જેના કારણે ઑગસ્ટ સુધી ફિલ્મ રિલીઝ થવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK