Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આનંદ એલ. રાયની ફિલ્મમાંથી નીકળી ગયો વિકી કૌશલ?

આનંદ એલ. રાયની ફિલ્મમાંથી નીકળી ગયો વિકી કૌશલ?

13 December, 2022 03:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ લવ-સ્ટોરી છે અને એના માટે વિકીએ હામી પણ ભરી હતી

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી આનંદ એલ. રાયની ફિલ્મમાંથી બહાર નીકળી ગયો હોવાની ચર્ચા છે. એનું કારણ છે વિકી પાસે શૂટિંગની તારીખનો અભાવ છે. આ ફિલ્મ લવ-સ્ટોરી છે અને એના માટે વિકીએ હામી પણ ભરી હતી. બધી પ્રકારની ચર્ચા તેમની વચ્ચે થઈ ગઈ હતી અને પેપરવર્ક કરવાનું બાકી હતું. આનંદ એલ. રાયે જ્યારે વિકી પાસે તારીખ માગી તો કંઈ તાલમેલ નહોતો બેસતો. આનંદ એલ. રાયને પ્રી-પ્રોડક્શન માટે સમય જોઈએ છે અને આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવાની તેમની ઇચ્છા છે. જોકે વિકી આ ફિલ્મને જેમ બને એમ વહેલાસર શરૂ કરવા માગે છે. ઘણીબધી શક્યતાઓને લઈને તેમની વચ્ચે ચર્ચાવિચારણા પણ થઈ, પરંતુ કોઈ રસ્તો ન નીકળતાં વિકીએ આ ફિલ્મ છોડવાનું નક્કી કર્યું હોવાની શક્યતા છે. વિકીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ‘અશ્વત્થામા’. એ ફિલ્મમાં તે કોઈ ખલેલ નથી પહોંચાડવા માગતો. હવે આનંદ એલ. રાયને નવેસરથી કલાકારની શોધ કરવાની રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK