Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી જેમ દરેક ઍક્ટર પોતાને બધી રીતે પુરવાર કરવા માગે છે : વિકી

મારી જેમ દરેક ઍક્ટર પોતાને બધી રીતે પુરવાર કરવા માગે છે : વિકી

06 December, 2022 03:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિકીની ‘ગોવિંદા નામ મેરા’ ડિઝની+હૉટસ્ટાર પર ૧૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલનું કહેવું છે કે તેની જેમ દરેક ઍક્ટરની ઇચ્છા હોય છે કે તે પોતાને બધી રીતે પુરવાર કરી શકે. વિકીની ‘ગોવિંદા નામ મેરા’ ડિઝની+હૉટસ્ટાર પર ૧૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી દેખાશે. ફિલ્મમાં વિકી કૉમેડી અને ડાન્સ કરતો પણ દેખાશે. વિકીએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે મારી જેમ બીજા ઍક્ટર પણ બધી રીતે પોતાને સાબિત કરવાની ઇચ્છા રાખે છે અને એ પણ બૉલીવુડના માપદંડના આધારે. આ જ કારણ છે કે મને એમ કહેવામાં આવ્યું કે ગીત, ડાન્સ અને કૉમેડી કરવાથી તું એક સંપૂર્ણ કલાકાર બનીશ. હું હંમેશાંથી આમ કરવા માગતો હતો અને એ મારી અંદર પહેલેથી જ હાજર હતું, પરંતુ હું એને યોગ્ય સ્ક્રિપ્ટ અને ટીમ સાથે કરવા માગતો હતો. મને એ વાતની ખુશી છે કે આ બધું મને શશાંક ખૈતાનની ‘ગોવિંદા નામ મેરા’માં કરવાની તક મળી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK