આ ફિલ્મ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉની લાઇફ પર આધારિત છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ મેઘના ગુલઝારે બનાવી છે.
વિકી કૌશલ
વિકી કૌશલની આગામી ફિલ્મ ‘સૅમ બહાદુર’નું નવું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. એમાં તેનું સખત વલણ દેખાઈ રહ્યું છે. આ ફિલ્મ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉની લાઇફ પર આધારિત છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ મેઘના ગુલઝારે બનાવી છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું નવું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. એમાં વિકી કડક મિજાજમાં દેખાઈ રહ્યો છે અને તેની પાછળ સૈનિકો ઊભા છે. આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, ‘આ ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની છે જેણે પોતાનું જીવન ભારતીય સેનાની સેવામાં ન્યોછાવર કરી દીધું છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે.’


