Bhoot The Haunted Ship Trailer:છોકરી, જહાજ અને અંધારું,મુંજવનારી સ્ટોરી
બોલીવુડ એક્ટર વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'ભૂત પાર્ટ-1: ધ હૉન્ટેડ શિપ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના પોસ્ટર અને ટીઝર રિલીઝ બાદ આવેલું ટ્રેલર પણ ખૂબ જ સારું દેખાઇ રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર બિહામણું લાગી રહ્યું છે.
ટ્રેલર જોઇને લાગે છે કે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ટ્રેલરમાં એક જહાજની સ્ટોરી બતાવવામાં આવી છે. સ્ટોરી ખૂબ જ મુંઝાવનારી છે. વિકી કૌશલ આ જહાજમાં ભૂતો વચ્ચે ફસાઇ ગયો છે. હવે તેને ભૂતો પર સર્જિકલ સ્ટ્રાઇક કરવી છે.
ADVERTISEMENT
ટ્રેલરમાં જુદાં જ પ્રકારનું અંધારું છે. પૃથ્વી (વિકી કૌશલ) એક જહાજનો સર્વિસ ઑફિસર છે. જહાજને લઈને અનેક પ્રકારના સવાલ છે. લોકો આને ભૂતાવળ કહી રહ્યા છે. પૃથ્વી જહાજની અંદર એકલો જાય છે. તેના પછી તેને શંકા થાય છે કે જહાજમાં કંઇક અજુગતું છે. હવે સવાલ છે કે આ કોઇ ખરાબ પડછાયો છે કે ફક્ત કલ્પના. જુહૂ બીચ પર ઊભેલા આ જહાજમાં લોહી, ડર અને એક છોકરી છે. આ બધાં વચ્ચે પૃથ્વી એકલો જ ફસાઇ ગયો છે.
ટ્રેલર જોઇને લાગે છે કે એક વાર ફરી સાઉન્ડ અને ઇફેક્ટ દ્વારા ડરાવવામાં આવે છે. વિકી કૌશલ અને ભૂમિ પેડણેકરની ફિલ્મ 21 ફેબ્રુઆરી, 2020ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આને ભાનુપ્રતાપે ડાયરેક્ટ કરી છે. ફિલ્મને ધર્મા પ્રૉડક્શને પ્રૉડ્યૂસ કરી છે. ફિલ્મને ત્રણ પ્રૉડ્યૂસર્સ કરણ જોહર, અપૂર્વ મેહતા અને શશાંક ખૈતાને મળીને બનાવી છે. ભૂમિ અને વિકીની આ પહેલી હૉરર ફિલ્મ છે. એવામાં દર્શકોને આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો
વિકી કૌશલની છેલ્લી ફિલ્મ 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રઇક' છે. ભૂત વર્ષ 2020માં તેની પહેલી ફિલ્મ છે. તો, ભૂમિ પેડણેકર છેલ્લી વાર 'પતિ પત્ની ઔર વો'માં જોવા મળી હતી. ભૂમિની પણ આ વર્ષની આ પહેલી ફિલ્મ છે. બન્ને પહેલી વાર એકસાથે સ્ક્રીન શૅર કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે દર્શકોને ફિલ્મ કેટલી પસંદ આવે છે?