તેમની હાલત સ્થિર છે અને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ મળી જશે
પ્રેમ ચોપડા
૯૦ વર્ષના ઍક્ટર પ્રેમ ચોપડાને ખરાબ તબિયતને કારણે બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના રિપોર્ટ છે. જોકે તેમની તબિયત વિશે વાત કરતાં જમાઈ વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે ‘ડરવાની કોઈ વાત નથી અને તેમને રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે અને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ મળી જશે.’
મળતી માહિતી પ્રમાણે પ્રેમ ચોપડાને હાર્ટની તકલીફ હતી જેની સારવાર કરવામાં આવી હતી. આ પછી તેમને ફેફસાંનું ઇન્ફેક્શન થયું હતું પણ હવે ચિંતાની કોઇ વાત નથી અને તેમને ત્રણ-ચાર દિવસમાં ડિસ્ચાર્જ મળી શકે છે.


