તેને જ્યારે જાણ થઈ કે આ પ્રેમ ચોપડાની દીકરી છે તો શર્મન ગભરાઈ ગયો હતો. આમ છતાં તે હિમ્મત ન હાર્યો.
શર્મન જોષી
શર્મન જોષીએ પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા સાથે લવ-મૅરેજ કર્યાં છે. જોકે એ અગાઉ તેને પ્રેમ ચોપડાને લઈને ભયાનક સપનાં આવતાં હતાં. તેને એ વાતનો ડર લાગતો હતો કે પ્રેમ ચોપડાનું રીઍક્શન શું હશે જ્યારે તેમને તેમના અફેરની જાણ થશે. પ્રેરણાને પહેલી વખત જોઈ ત્યારે જ તેને દિલ દઈ બેઠો હતો શર્મન. એ વિશે શર્મને કહ્યું કે ‘મેં જ્યારે પહેલી વખત તેને જોઈ તો મેં મારા ફ્રેન્ડને પૂછ્યું કે છેલ્લી બેન્ચ પર બેઠેલી છોકરી કોણ છે?’
તેને જ્યારે જાણ થઈ કે આ પ્રેમ ચોપડાની દીકરી છે તો શર્મન ગભરાઈ ગયો હતો. આમ છતાં તે હિમ્મત ન હાર્યો. બન્નેએ એકમેકને થોડાં વર્ષો સુધી ડેટ કર્યાં હતાં અને બાદમાં ૨૦૦૦માં તેમણે લગ્ન કરી લીધાં હતાં. જોકે તે પ્રેમ ચોપડાથી ડરતો હતો. એ વિશે શર્મને કહ્યું કે ‘મને એવું લાગે છે કે પ્રેરણાને મારા જેવું ઉત્તમ પાત્ર મળે એ તેના નસીબમાં લખાયેલું હતું. તે નસીબદાર છે. તેણે મારી સાથે લગ્ન કર્યાં, પરંતુ મને પ્રેમજીનાં ડરામણાં સપનાં આવતાં હતાં.’
ADVERTISEMENT
રિલેશનની જાણ થયા બાદ પ્રેમ ચોપડાનું રીઍક્શનથી ગભરાતા શર્મને કહ્યું કે ‘મને એ વાતની ચિંતા હતી કે તેના પિતાનું રીઍક્શન કેવું રહેશે, પરંતુ માનું રીઍક્શન પિતાજી કરતાં ભયાનક હતું. તેઓ તો એક સજ્જન વ્યક્તિ છે.’


