Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અજિત પવારના મૃત્યુના થોડા જ કલાક બાદ તેમના ટેબલ પરની ફાઇલો ક્લિયર થઈ

અજિત પવારના મૃત્યુના થોડા જ કલાક બાદ તેમના ટેબલ પરની ફાઇલો ક્લિયર થઈ

Published : 17 February, 2026 08:25 AM | Modified : 17 February, 2026 08:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૂલોને માઇનૉરિટી સ્ટેટસનાં સર્ટિફકેટ ઇશ્યુ કરવામાં આવ્યાં

અજિત પવાર

અજિત પવાર


અજિત પવારના આકસ્મિક મૃત્યુના દિવસે મંત્રાલયમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અજિતદાદા દ્વારા રાખવામાં આવેલી કેટલીક ફાઇલો પર સાંજે ૪ વાગ્યે સહી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.

અજિતદાદાના મૃત્યુના દિવસે લઘુમતી વિકાસ વિભાગ દ્વારા ૭૫ શાળાઓને લઘુમતી દરજ્જાનાં પ્રમાણપત્રો (માઇનૉરિટી સ્ટેટસ સર્ટિફિકેટ) આપ્યા હોવાનું જાણવા મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ સર્ટિફિકેટ્સ સસ્પેન્ડ કરી દીધાં છે. એ ઉપરાંત સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય અધિકારી દ્વારા તપાસ કરાવવા અને દોષીઓ સામે કાર્યવાહી કરવાની સૂચના તેમણે આપી છે.



સસ્પેન્શન છતાં ડિસ્ટ્રિબ્યુશન 


ગયા વર્ષે ઑગસ્ટથી લઘુમતી દરજ્જાનાં પ્રમાણપત્ર આપવા પર સસ્પેન્શન હતું, પણ અજિત પવારના મૃત્યુના થોડા કલાકોમાં જ મંત્રાલય તરફથી ગુપ્ત રીતે પ્રમાણપત્રોનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે પહેલું પ્રમાણપત્ર ૨૮ જાન્યુઆરીએ બપોરે ૩.૦૯ વાગ્યે, અજિત પવારના અકસ્માતના દિવસે આપવામાં આવ્યું હતું.

અજિત પવારના પ્લેન-ક્રૅશનું કારણ જાણવા રોહિત પવાર પ્રાઇવેટ ડિટે​ક્ટિવના શરણે


અજિત પવારના પ્લેન-ક્રૅશની ઘટના કાવતરું હોઈ શકે એવી શંકા વ્યક્ત કરનાર અને NCP (SP)ના વિધાનસભ્ય રોહિત પવારે આ સંદર્ભે પત્રકાર પરિષદ બોલાવી સવાલ પણ ઉપસ્થિત કર્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે આ પ્લેન-ક્રૅશની તપાસમાં સમય લાગી શકે એમ છે એટલે રોહિત પવાર દિલ્હી પહોંચી ગયા છે. ત્યાં તેઓ એવિયેશન સેક્ટરમાં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ પાઇલટ અને ઑફિસરોને મળી રહ્યા છે એટલું જ નહીં; આ પ્લેન-ક્રૅશની તપાસનો રિપોર્ટ, એ કેસનું સત્ય જલદી લોકો સામે આવે એ માટે તેમણે પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લીધી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.  
રોહિત પવારે આ બાબતે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘અજિતદાદાના પ્લેન-ક્રૅશની દુર્ઘટનાને આટલો સમય વીતી જવા છતાં ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા હજી એનો પ્રાથમિક રિપોર્ટ પણ આપવામાં આવ્યો નથી. એટલું જ નહીં, એ પ્લેન જે કંપનીનું હતું એ VSR કંપની સામે પણ કોઈ ઍક્શન લેવામાં આવી નથી. એથી વધુ ને વધુ શંકા થઈ રહી છે. એથી DGCAએ હવે વહેલી તકે ઘટનાનો પ્રાથમિક અહેવાલ આપવો અને કંપની સામે કાર્યવાહી કરવી.’   

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK