ઉર્વશી રાઉતેલા હાલમાં ફ્રાન્સમાં યોજાઈ રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની છે અને તેના લુક ચર્ચામાં રહ્યા છે. ઉર્વશી આ પહેલાં રેડ કાર્પેટ પર પોપટના આકારની સાડાચાર લાખ રૂપિયા કરતાં વધારે કિંમતની ક્રિસ્ટલ જડેલી બૅગ સાથે જોવા મળી હતી.
ઉર્વશી રાઉતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં
ઉર્વશી રાઉતેલા હાલમાં ફ્રાન્સમાં યોજાઈ રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની છે અને તેના લુક ચર્ચામાં રહ્યા છે. ઉર્વશી આ પહેલાં રેડ કાર્પેટ પર પોપટના આકારની સાડાચાર લાખ રૂપિયા કરતાં વધારે કિંમતની ક્રિસ્ટલ જડેલી બૅગ સાથે જોવા મળી હતી અને હવે તેના લેટેસ્ટ લુકમાં હીરાજડિત બિકિની આકારની બૅગ લાઇમલાઇટમાં રહી છે. ઉર્વશીએ સ્ટાઇલપૂર્વક બૅગ એવી રીતે ફ્લૉન્ટ કરી કે લોકોની નજર તેનાં કપડાં કરતાં વધુ આ બૅગ પર જ ટકી રહી હતી.
ઉર્વશીની આ બહુચર્ચિત હીરાજડિત બિકિની-બૅગ જુડિથ લીબર બ્રૅન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જેની કિંમત બ્રૅન્ડની સત્તાવાર વેબસાઇટ પર ૫,૧૪,૧૮૫ રૂપિયા જણાવાઈ છે. પર્લ્સ અને અર્ધ-કીમતી સ્ટોન સાથે હીરાનો ફિનિશિંગ ટચ એને અનોખી ચમક આપે છે.


