ઉર્વશીના આ ફોટો હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે અને હવે આ મુદ્દે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
ઉર્વશી રાઉતેલા
૭૮મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ગ્લૅમર અને સ્ટાઇલ માટે જાણીતી છે. અહીં ઉર્વશી ‘ઊપ્સ મોમેન્ટ’નો ભોગ બની હતી અને તેણે ફાટેલા ડ્રેસમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. જોકે હવે આ મામલો ઇન્ટરનેટ પર ચર્ચાનું કારણ બન્યો છે. કેટલીક વ્યક્તિઓ એવો આરોપ મૂકી રહી છે કે આ ઍક્ટ્રેસનો પ્લાન હતો.
હાલમાં ઉર્વશી એક સુંદર બ્લૅક ગાઉનમાં કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. તેને જોઈને ફોટોગ્રાફર્સ તેના ફોટો ક્લિક કરવા લાગ્યા પરંતુ એ દરમ્યાન સૌનું ધ્યાન ઉર્વશીના ડ્રેસના એ ભાગ પર ગયું જે થોડો ફાટેલો હતો.
ADVERTISEMENT
ઉર્વશી આ વાતથી અજાણ હતી અને કૅમેરા સામે ખૂબ પોઝ આપી રહી હતી જેને કારણે તેની ઊપ્સ મોમેન્ટ કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉર્વશીના આ ફોટો હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે અને હવે આ મુદ્દે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે આ ઘટનાની સચ્ચાઈ પર સવાલ ઉઠાવ્યા છે. કેટલાકે કહ્યું કે આ બધું ધ્યાન ખેંચવા માટે કરવામાં આવ્યું હોઈ શકે છે, તો કોઈકે કહ્યું કે આ અકસ્માત નહીં પણ પ્રી-પ્લાન્ડ હોય એવું લાગે છે.


