તેમણે જણાવ્યું હતુું કે ‘મને નૅશનલ અવૉર્ડ, ફિલ્મફેર અવૉર્ડ, પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા મોટા અવૉર્ડ્સ મળી ચૂક્યા છે
ઉદિત નારાયણ
પ્લેબૅક સિંગર ઉદિત નારાયણ હાલમાં એક વિવાદિત વિડિયોને કારણે ચર્ચામાં છે. વિડિયોમાં તેઓ એક કરતાં વધુ મહિલા ચાહકોને હોઠ પર કિસ કરતા જોવા મળે છે. આ વિડિયો વાઇરલ થયા બાદ તેમની આ હરકતની ચારે તરફ આલોચના થઈ રહી છે. જોકે હવે ઉદિત નારાયણે આ વિડિયો વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ વિડિયો ‘કાવતરું’ છે. તેમણે દલીલ કરી છે કે આ તેમનો અને તેમના ફૅન્સ વચ્ચે પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે અને આ હરકત પાછળ તેમનો કોઈ ખરાબ ઇરાદો નથી.
એક ઇન્ટરવ્યુમાં ઉદિત નારાયણે ભારત રત્ન મેળવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતુું કે ‘મને નૅશનલ અવૉર્ડ, ફિલ્મફેર અવૉર્ડ, પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા મોટા અવૉર્ડ્સ મળી ચૂક્યા છે; પરંતુ મારું સપનું લતા મંગેશકરની જેમ ભારત રત્ન મેળવવાનું છે; કારણ કે લતા મંગેશકર મારાં પ્રેરણામૂર્તિ છે, મારાં ફેવરિટ સિંગર છે અને હું તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું.’
ADVERTISEMENT

