રિપોર્ટ મુજબ ફિલ્મની સ્ટોરીલાઇન પર ફરીથી વિચાર કરવામાં આવી રહ્યો છે
પરવીન બાબીના અવસાનને હવે ૨૧ વર્ષથી વધુ સમય વીતી ગયો છે
હિન્દી સિનેમામાં ૭૦ અને ૮૦ના દાયકામાં પોતાના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહેલી પરવીન બાબીના અવસાનને હવે ૨૧ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આટલા સમય પછી પરવીનની લોકપ્રિયતા આજે પણ યથાવત્ છે. આ જ કારણે લાંબા સમયથી પરવીનની બાયોપિક વિશે ચર્ચા ચાલી રહી હતી. થોડા સમય પહેલાં સમાચાર હતા કે બહુ જલદી પરવીન બાબીની બાયોપિક પર કામ શરૂ થશે અને એમાં તૃપ્તિ ડિમરી લીડ રોલ કરશે. જોકે હવે પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં જ એને રોકવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ મેકર્સે આ પ્રોજેક્ટને હાલ પૂરતો હોલ્ડ પર મૂકી દીધો છે. ફિલ્મની સ્ટોરીલાઇન પર ફરીથી વિચાર કરવામાં આવી રહ્યો છે. પરવીન બાબીની જીવનકથા ખૂબ જ રસપ્રદ રહી છે અને એને ફિલ્મરૂપે રજૂ કરવું સરળ નથી. માહિતી મુજબ આ ફિલ્મ પોતાના વર્તમાન સ્વરૂપમાં આગળ વધવાની નથી. મેકર્સ સ્ક્રિપ્ટ અને કાસ્ટિંગ બન્ને પર ફરીથી વિચાર કરવા માગે છે.
ADVERTISEMENT
શરૂઆતમાં આ પ્રોજેક્ટને લિમિટેડ સિરીઝ તરીકે બનાવવાની યોજના હતી જેને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાની હતી અને માર્ચમાં એનું શૂટિંગ શરૂ થવાનું હતું. જોકે હાલ પરિસ્થિતિ અનિશ્ચિત છે. આ પ્રોજેક્ટ ફિલ્મ તરીકે, સિરીઝ તરીકે બનશે કે પછી સંપૂર્ણપણે બંધ થઈ જશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
