Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી

ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી

11 March, 2021 12:42 PM IST | Mumbai
Agencies

ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી

ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી

ટોટલ ટાઇમપાસ:મસ્તીના મૂડમાં વરુણ તો વરુણ શર્માને કૉમેડી લાગે છે અઘરી


વરુણ ધવન નાના બાળક સાથે મસ્તીના મૂડમાં દેખાયો હતો. વરુણ હાલમાં અરુણાચલ પ્રદેશમાં ‘ભેડિયા’નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યાંના એક નાનકડા બાળક સાથે તે મસ્તી કરી રહ્યો છે, તેને રમાડી રહ્યો છે અને તેના પર ખૂબ વહાલ વરસાવી રહ્યો છે. એનો વિડિયો વરુણે શૅર કર્યો હતો. વિડિયોમાં તે કહી રહ્યો છે કે બાળક ખૂબ ક્યુટ છે. એ બાળક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘આ અરુણાચલ પ્રદેશનું બાળક છે. તેનું નામ થિયાગી કમ્બો છે.’

વરુણ શર્માને કૉમેડી અઘરી લાગે છે



વરુણ શર્માને કૉમેડી અઘરી લાગે છે. તેણે ‘ફુકરે’ અને ‘છિછોરે’માં કરેલા અભિનયને લોકો આજે પણ યાદ કરે છે. તેની સહજ ઍક્ટિંગથી તેણે લોકોને ખૂબ હસાવ્યા છે. જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ સાથેની તેની ‘રૂહી’ આજે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. જોકે તેને કૉમેડી સરળ નથી લાગી રહી. એ વિશે વરુણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે કૉમેડી ખરેખર ખૂબ સિરિયસ બિઝનેસ છે. એ સહેલી નથી. કૉમેડી કરવી ખૂબ અઘરું લાગે છે. રિયલ લાઇફમાં આપણે લોકોને હસાવવાનું અને તેમના ચહેરા પર સ્માઇલ લાવવાનું બંધ કરી દીધું છે. જોકે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ તક મળી છે. કોઈ પણ ઍક્ટર માટે તો આ નસીબની વાત છે. કૉમેડીને લોકો હવે સિરિયસલી લેતા થયા છે. આવી ફિલ્મોનો તો સૌએ સ્વીકાર કર્યો છે. આ મનોરંજક છે. તમે તમારી ફૅમિલી સાથે જાઓ છો, હસો છો અને ખુશ થઈને ઘરે પાછા ફરો છો. જે ઍક્ટર્સ લોકોને હસાવવા માગે છે તેમણે પણ આને ગંભીરતાથી લેવું જોઈએ. અલગ-અલગ ફિલ્મોને ઉદાહરણ તરીકે ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’, ‘ફુકરે’, ‘પ્યાર કા પંચનામા’ અને ‘છિછોરે’ને લોકોએ પસંદ કરી છે. ઘણીબધી તકો નિર્માણ થઈ છે.’   


ક્યા ખૂબ લગતી હો!

સુહાના ખાને શૅર કરેલા મિરર સેલ્ફીમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. હલકો મેક-અપ, ગોલ્ડન ઇઅર-રિંગ સાથેનો તેનો લુક ખરેખર લાજવાબ હતો. ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરેલા આ ફોટોમાં તેણે વાઇટ ડ્રેસ પહેર્યો છે. સોશ્યલ મીડિયામાં તે ખૂબ ઍક્ટિવ રહે છે. તે પોતાના ફોટો શૅર કરતી રહે છે. તેનું ફૅન-ફૉલોઇંગ પણ ખૂબ છે.


બીમાર ફૅનને જલદી જ મળવાનું વચન આપ્યું કપિલ શર્માએ

કપિલ શર્માએ તેના બીમાર ફૅનને ટૂંક સમયમાં મળવાનું વચન આપ્યું છે. તેનો ફૅન કિડનીની બીમારીથી પીડિત છે. કેટો એક એવી સંસ્થા છે જે આર્થિક રૂપે નિઃસહાય બીમાર લોકોને મદદ કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાનો છે. સંસ્થાના માધ્યમથી અનેક લોકોની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એવો જ એક બીમાર યુવાન છે જે કપિલ શર્માનો ફૅન પણ છે. કપિલને ટૅગ કરીને ટ્વિટર પર તેનો ફોટો શૅર કરીને તે યુવાનની મમ્મીનો મેસેજ કેટોએ ટ્વીટ કર્યો હતો કે ‘મારો મોટો દીકરો કિડનીની બીમારીથી પીડાઈ રહ્યો છે અને હવે મારો ૧૯ વર્ષનો દીકરો મરણ પથારીએ છે. તેની ઇચ્છા સ્વસ્થ થઈને તેના ફેવરિટ કૉમેડિયન કપિલ શર્માને મળવાની છે.’
આ ટ્વીટ પર રિપ્લાય આપતાં કપિલ શર્માએ ટ્વીટ કર્યું હતું કે ‘જલદી સ્વસ્થ થઈ જા. ગૉડ બ્લેસ યુ. મારી ઇન્જરીમાંથી હું પણ રિકવર થઈ જાઉં તો તને ટૂંક સમયમાં મળીશ.’

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2021 12:42 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK