અને વધુ સમાચાર
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ લોકોને કારણ વગર દવા લેવાથી દૂર રહેવાની સલાહ આપી છે. સમન્થાએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરતી હોય એવો ફોટો શૅર કર્યો હતો. સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન માટે તે નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરી રહી છે. આ વિશે સમન્થા કહે છે, ‘સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન માટે દવા લેતાં પહેલાં એનો પર્યાય શું છે એ વિશે પણ વિચાર કરવો જોઈએ. મારા માટે આ પર્યાય નેબ્યુલાઇઝર છે. મેં એમાં હાઇડ્રોજન પૅરોક્સાઇડ અને ડિસ્ટિલ્ડ વૉટરનો સમાવેશ કર્યો છે. મારા માટે એ મૅજિક જેવું કામ કરે છે. કારણ વગર દવાનો ઉપયોગ ન કરવો જોઈએ.’
પત્નીની ફિલ્મ જોવા પહોંચ્યો રણવીર
ADVERTISEMENT

રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે મંગળવારે રાતે લોઅર પરેલમાં જોવા મળ્યો હતો. તેઓ ‘કલ્કી 2898 AD’ સાથે જોવા ગયાં હતાં.
ગ્રીન ઝોન

સલમાન ખાને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તે મની હેરસ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે. તે હાલમાં એ. આર. મુરુગાદોસની ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યો છે. ફોટો શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી ગ્રીન ઝોન. એના બૅકગ્રાઉન્ડમાં ઝાડ હોવાથી તેણે આવી કૅપ્શન આપી હતી.
મધ્ય પ્રદેશમાં થયું કાર્તિક, માધુરી અને તૃપ્તિનું સ્વાગત



માધુરી દીક્ષિત નેને, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી હાલમાં મધ્ય પ્રદેશ પહોંચ્યાં ત્યારે ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ‘ભૂલભુલૈયા 3’ના શૂટિંગ માટે મધ્ય પ્રદેશના નિવારી જિલ્લાના ઓરછા ગયા છે. તેઓ ઓરછામાં આવેલા ચતુર્ભુજ ટેમ્પલ, રાજમહલ, શીશમહેલ અને લક્ષ્મી ટેમ્પલમાં શૂટિંગ કરશે. આ ઉપરાંત તેઓ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની નજીક આવેલી સૅન્ક્ચ્યુઅરીમાં પણ આ ફિલ્મનું શૂટિંગ કરશે. ફિલ્મમાં વાસ્તવિક ફીલ આવે એ માટે એનું શૂટિંગ રિયલ લોકેશન પર કરવામાં આવ્યું છે, નહીં કે સેટ પર.


