મુંબઈનો વરસાદ એન્જૉય કરી રહી છે તમન્ના; અમેઠીમાં સ્મૃતિ ઈરાની હારી ગયા બાદ તેમને સપોર્ટ કર્યો મૌની રૉયે અને વધુ સમાચાર
જુનૈદ ખાન
આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન ‘મહારાજ’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કરી રહ્યો છે. નેટફ્લિક્સ પર ૧૪ જૂને રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત અને સાઈ પલ્લવી પણ છે. ફિલ્મના તેના ડેબ્યુ માટે જુનૈદે બે વર્ષમાં ૨૬ કિલો જેટલું વજન ઉતાર્યું હતું. આ ફિલ્મ જપાનમાં શૂટ કરવામાં આવી હતી. જુનૈદ એ ઉપરાંત હાલમાં ખુશી કપૂર સાથેની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તેણે હાલમાં વર્કિંગ બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.
મુંબઈનો વરસાદ એન્જૉય કરી રહી છે તમન્ના
ADVERTISEMENT
તમન્ના ભાટિયા મુંબઈના વરસાદને એન્જૉય કરી રહી છે. મુંબઈમાં ખૂબ ગરમી પડ્યા બાદ ગઈ કાલે સવારે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. તમન્નાએ આ વરસાદના ફોટો અને વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. તે વહેલી સવારે કારમાં જઈ રહી હતી ત્યારના ફોટો તેણે શૅર કર્યા છે. વરસાદ પડતાં તેના ચહેરા પર જબરું સ્માઇલ આવી ગયું હતું.
અમેઠીમાં સ્મૃતિ ઈરાની હારી ગયા બાદ તેમને સપોર્ટ કર્યો મૌની રૉયે
સ્મૃતિ ઈરાની અમેઠીમાં હાર્યા બાદ તેમને મૌની રૉયે સપોર્ટ કર્યો છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી BJPનાં સ્મૃતિ ઈરાની ચૂંટણી લડ્યાં હતાં. તેમની સામે કૉન્ગ્રેસના કિશોરી લાલ ઊભા રહ્યા હતા. કિશોરી લાલે લોકસભાના ઇલેક્શનમાં સ્મૃતિ ઈરાનીને ૧,૬૭,૧૯૬ વોટથી હરાવ્યાં હતાં. BJP માટે આ ખૂબ મોટો શૉક હતો. આ હાર બાદ સ્મૃતિ ઈરાનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મારો જોશ હજી પણ ઓછો નથી થયો અને હું સતત લોકો માટે કામ કરતી રહીશ. જોકે સ્મૃતિ ઈરાનીએ લોકોનો આભાર માન્યો હતો જેઓ હંમેશાં તેમની સાથે હાર-જીતમાં ઊભા રહ્યા છે. આ પોસ્ટ પર તેમને સપોર્ટ કરતાં મૌની રૉયે કમેન્ટ કરી હતી કે હું હંમેશાં તમારી સાથે છું.
ધરતીને રહેવા યોગ્ય સ્થાન બનાવવાની અપીલ કરી અલ્લુ અર્જુને
અલ્લુ અર્જુને લોકોને વિનંતી કરી છે કે આ ધરતીને રહેવા માટે યોગ્ય સ્થાન બનાવવામાં આવે. ગઈ કાલે વિશ્વ પર્યાવરણ દિન હતો એ નિમિત્તે અનેક લોકોએ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો. નાના-નાના ઉપાય કરવાથી ઘણો મોટો બદલાવ લાવી શકાય છે એની પહેલ કરવા તેણે કહ્યું છે. એવામાં ઇન્સ્ટાસ્ટોરી પર અલ્લુ અર્જુને લખ્યું છે, ‘ચાલો આપણે સાથે મળીને આપણી ધરતીને રહેવાલાયક ઉત્તમ સ્થાન બનાવીએ.’
એક્સ-બૉયફ્રેન્ડ ટાઇગરની મમ્મીને જન્મદિનની શુભેચ્છા પાઠવી દિશા પાટણીએ
દિશા પાટણીએ તેના એક્સ-બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફની મમ્મીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જૅકી શ્રોફ અને આયેશા શ્રોફના લગ્નજીવનને ગઈ કાલે ૩૭ વર્ષ પૂરાં થયાં હતાં અને આયેશા શ્રોફ ગઈ કાલે ૬૪ વર્ષનાં થયાં હતાં. ટાઇગર સાથેના બ્રેકઅપને લઈને દિશા ખૂબ ચર્ચામાં રહી હતી. જોકે તેની સાથેનાં રિલેશન ભલે પૂરાં થઈ ગયાં હોય, તેના પરિવાર સાથેનું કનેક્શન હજી યથાવત્ છે. આયેશાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિશાએ લખ્યું હતું, ‘હેપી બર્થ-ડે મારી બ્યુટિફુલ આન્ટી. હું તમને ખૂબ પ્રેમ કરું છું.’
પાપા શત્રુઘ્નની જીતને સેલિબ્રેટ કરી સોનાક્ષીએ
સોનાક્ષી સિંહાના પિતા શત્રુઘ્ન સિંહા પશ્ચિમ બંગાળના આસનસોલથી લોકસભાનું ઇલેક્શન લડવા મેદાનમાં ઊતર્યા હતા. શત્રુઘ્ન સિંહાએ તૃણમૂલ કૉન્ગ્રૅસ વતી ચૂંટણી લડી હતી, જ્યાં તેમની જીત થતાં સોનાક્ષી પણ ખુશ થઈ ઊઠી છે. પિતાની રાજકીય જીતનું તે જશ્ન મનાવી રહી છે. શત્રુઘ્ન સિંહાની જીતનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી, આ જીતની સ્માઇલ છે.
ટ્રાવેલ કરતી વખતે કચરાની થેલી કારમાં કેમ સાથે રાખે છે પૂજા હેગડે?
પૂજા હેગડે રસ્તા પર જ્યાં-ત્યાં કચરો ફેંકવામાં નથી માનતી. ગઈ કાલે વર્લ્ડ એન્વાયર્નમેન્ટ-ડે નિમિત્તે પૂજાએ લોકોને સ્વચ્છતા અને આપણા પર્યાવરણને જાળવી રાખવા માટે ખાસ મેસેજ આપ્યો છે. એ વિશે પૂજા કહે છે, ‘આપણે જો નાની-નાની પહેલ કરીએ તો સમાજમાં નોંધનીય પરિવર્તન લાવી શકીએ છીએ. હું જ્યારે પણ ટ્રાવેલ કરું છું ત્યારે મારી સાથે કારમાં કચરાની થેલી રાખું છું. હું રસ્તા પર કે બીચ પર જ્યાં-ત્યાં કચરો નથી ફેંકતી. આપણે આપણા રોજબરોજના જીવનમાં જો આવી નાની-નાની બાબનું ધ્યાન રાખીએ તો મોટો બદલાવ લાવી શકીએ છીએ. આપણે જ્યાં -ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. ધરતીમાતાને આપણે આપણા ઘરસમાન ગણવી જોઈએ. આપણે પ્લાસ્ટિકનો રીયુઝ કરવો જોઈએ. પ્લાસ્ટિકની થેલીઓ ફેંકવાને બદલે ફરીથી એનો ઉપયોગ કરવો જોઈએ.’
અમેઠીમાં સ્મૃતિ ઈરાની હારી ગયા બાદ તેમને સપોર્ટ કર્યો મૌની રૉયે
સ્મૃતિ ઈરાની અમેઠીમાં હાર્યા બાદ તેમને મૌની રૉયે સપોર્ટ કર્યો છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી BJPનાં સ્મૃતિ ઈરાની ચૂંટણી લડ્યાં હતાં. તેમની સામે કૉન્ગ્રેસના કિશોરી લાલ ઊભા રહ્યા હતા. કિશોરી લાલે લોકસભાના ઇલેક્શનમાં સ્મૃતિ ઈરાનીને ૧,૬૭,૧૯૬ વોટથી હરાવ્યાં હતાં. BJP માટે આ ખૂબ મોટો શૉક હતો. આ હાર બાદ સ્મૃતિ ઈરાનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે મારો જોશ હજી પણ ઓછો નથી થયો અને હું સતત લોકો માટે કામ કરતી રહીશ. જોકે સ્મૃતિ ઈરાનીએ લોકોનો આભાર માન્યો હતો જેઓ હંમેશાં તેમની
સાથે હાર-જીતમાં ઊભા રહ્યા છે. આ પોસ્ટ પર તેમને સપોર્ટ કરતાં મૌની રૉયે કમેન્ટ કરી હતી કે હું હંમેશાં તમારી સાથે છું.
એક વાક્યના સમાચાર
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
મલ્હાર ઠાકર અને પૂજા જોશીની ‘લગન સ્પેશ્યલ’ આજે શેમારૂમી પર રિલીઝ થઈ રહી છે.
૭ જૂને સોની લિવ પર ‘ગુલ્લક’ની ચોથી સીઝનને સ્ટ્રીમ કરવામાં આવશે.
વિક્રાન્ત મેસી અને મૌની રૉયની ‘બ્લૅકઆઉટ’ ફિલ્મ સાતમી જૂને જિયો સિનેમા પર રિલીઝ કરવામાં આવશે.

