પાકિસ્તાની મેજર મલિકનું પાત્ર ભજવનાર રોહિત ચૌધરીએ ટ્વિટર પર આ સમાચાર શૅર કરીને માહિતી આપી છે કે શૂટિંગ પૂરું થયું છે.

‘ગદર 2’નું શૂટિંગ થયું પૂરું
‘ગદર 2’નું શૂટિંગ થયું પૂરું
સની દેઓલની ‘ગદર 2’નું શૂટિંગ પૂરું થયું છે. આ ફિલ્મની ટાઇમલાઇન ૧૯૫૪થી લઈને ૧૯૭૧ સુધીની છે. પહેલી ફિલ્મ જ્યાંથી પૂરી થઈ હતી ત્યાંથી બીજા પાર્ટની સ્ટોરી શરૂ કરવામાં આવી છે.
૨૦૦૧માં આવેલી ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળ્યાં હતાં અને બીજી ફિલ્મમાં પણ તેઓ જ કામ કરી રહ્યાં છે. પાકિસ્તાની મેજર મલિકનું પાત્ર ભજવનાર રોહિત ચૌધરીએ ટ્વિટર પર આ સમાચાર શૅર કરીને માહિતી આપી છે કે શૂટિંગ પૂરું થયું છે.
લંડન ડાયરી
આલિયા ભટ્ટે લંડનમાં તેના પતિ રણબીર કપૂર સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આલિયા બુધવારે ૩૦ વર્ષની થઈ હતી. આ બર્થ-ડેના સેલિબ્રેશનના ફોટો તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા, જેમાં રણબીર સાથે જોવા મળી રહી છે. ત્યાર બાદ તેણે તેની મમ્મી સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથેના ફોટો પણ શૅર કર્યા હતા. તેણે લંડનના બૉબ બૉબ રિકાર્ડ રેસ્ટોરાંમાં સેલિબ્રેશન કર્યું હતું.