આલિયા ગઈ કાલે ૩૦ વર્ષની થઈ હતી.

આલિયા ભટ્ટ અને નીતુ કપૂર
બહૂરાનીને જન્મદિવસની શુભેચ્છા
નીતુ કપૂરે ગઈ કાલે તેની બહૂરાની એટલે કે આલિયા ભટ્ટને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આલિયા ગઈ કાલે ૩૦ વર્ષની થઈ હતી. તેણે રણબીર કપૂર સાથે ગયા વર્ષે લગ્ન કર્યાં હતાં અને તે એક દીકરીની મમ્મી પણ છે. નીતુ કપૂરે ઇન્સ્ટાસ્ટોરી પર આલિયાનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરીને નીતુએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે બહૂરાની. તને ફક્ત પ્રેમ અને ઘણોબધો પ્રેમ આપું છું.’
દિવ્યા ખોસલા કુમાર થઈ ઇન્જર્ડ
દિવ્યા ખોસલા કુમાર તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ દરમ્યાન ઇન્જર્ડ થઈ હતી. તે હાલમાં યુકેમાં શૂટિંગ કરી રહી છે અને લોખંડની ગ્રિલ સાથે જોરથી અથડાઈ હતી. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિવ્યાએ કૅપ્શન આપી હતી કે ‘મારા આગામી પ્રોજેક્ટની ઍક્શન સીક્વન્સ દરમ્યાન લોખંડની ગ્રિલ સાથે અથડાતાં ઇન્જર્ડ થઈ છું. જોકે શો મસ્ટ ગો ઑન. તમારી પ્રાર્થના અને જલદી સારું થઈ જાય એ માટે એનર્જીની જરૂર છે.’
બીચ બેબી
મૌની રૉયે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે બીચ પર બિકિનીમાં દેખાઈ રહી છે. તે હાલમાં અક્ષયકુમાર અને અન્ય ઍક્ટ્રેસ સાથે અમેરિકામાં ટૂર કરી રહી છે. આ ટૂર દરમ્યાન તે માયામીમાં બીચ પર સમય પસાર કરતી જોવા મળી છે.