તેમણે ગોવામાં લગ્ન કર્યાં છે
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
મૌની રૉય અને સૂરજ નામ્બિયારે સાઉથ ઇન્ડિયન પરંપરા બાદ બંગાળી પ્રથા પ્રમાણે પણ લગ્ન કરી લીધાં છે. તેમણે ગોવામાં લગ્ન કર્યાં છે. મૌનીએ લગ્નના ફોટો શૅર કર્યા છે. ફોટોમાં તેણે લાલ લેહંગા પહેર્યો છે અને સૂરજે બેજ શેરવાની પહેરી છે. લગ્નની વિધિ બાદ બન્ને રોમૅન્ટિક થતાં દેખાયાં હતાં. સૂરજ દુબઈમાં બિઝનેસ કરે છે. લગ્નના ફોટો મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે.