° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


ટોટલ ટાઇમપાસ : કોર્ટરૂમ ડ્રામાનું શૂટિંગ પૂરું કર્યું મનોજ બાજપાઈએ

05 December, 2022 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અપૂર્વ સિંહ કર્કીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે

ફિલ્મના ક્લોઝિંગ સીનની ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં એ સીન પૂરો થતાં જ ફિલ્મની ટીમ કેક-કટિંગ પણ કરે છે. Total Time Pass

ફિલ્મના ક્લોઝિંગ સીનની ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં એ સીન પૂરો થતાં જ ફિલ્મની ટીમ કેક-કટિંગ પણ કરે છે.

કોર્ટરૂમ ડ્રામાનું શૂટિંગ પૂરું કર્યું મનોજ બાજપાઈએ

મનોજ બાજપાઈએ તેની આગામી અનટાઇટલ્ડ કોર્ટરૂમ ડ્રામાનું શૂટિંગ પૂરું કરી લીધું છે. ફિલ્મના ક્લોઝિંગ સીનની ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં એ સીન પૂરો થતાં જ ફિલ્મની ટીમ કેક-કટિંગ પણ કરે છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ‘સાસ બહૂ આચાર પ્રાઇવેટ લિમિટેડ’ને ડિરેક્ટ કરનાર અપૂર્વ સિંહ કર્કીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મની ટીમ સાથે સેલિબ્રેશનનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી, ઇટ્સ અ રૅપ.

સાત વર્ષનો સથવારો

સોનમ કપૂર આહુજા તેના હસબન્ડ આનંદ એસ. આહુજા સાથેના રિલેશનને સાત વર્ષ થવા પર ખુશી માણી રહી છે. આ બન્નેની મુલાકાત ૨૦૧૫માં થઈ હતી. બન્નેનાં લગ્ન ૨૦૧૮માં થયાં હતાં. આ વર્ષે ઑગસ્ટમાં સોનમે દીકરાને જન્મ આપ્યો છે. તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે. હસબન્ડ આનંદ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હતી, ‘તારી સરખામણીએ કોઈ ન આવી શકે. મિસ યુ આનંદ આહુજા. આ સાત વર્ષનો પ્રેમ અને સથવારો છે.’

ફૂડી અનન્યા

અનન્યા પાન્ડે માટે સન્ડે એટલે ફન ડે છે એવું કહી શકાય. સન્ડેનો આનંદ લેતાં તે બાંદરામાં ફરવા માટે નીકળી પડી હતી. સાથે જ ટેસ્ટી ફૂડનો પણ સ્વાદ ચાખ્યો હતો. મોંઘી કારમાં ફરતી અનન્યા બાંદરાની ગલીઓમાં સ્કૂટી લઈને ઊપડી પડી હતી. એના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. એક ફોટોમાં તે ગલીમાં ઊભી છે અને સ્ટ્રીટ ફૂડને એન્જૉય કરી રહી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી, ‘રવિવારની બપોરે બાંદરામાં ફરવાથી સારું કાંઈ નથી.’

05 December, 2022 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

યશ ચોપડાની લીગસીને ડૉક્યુ-સિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ’ દ્વારા સેલિબ્રેટ કરશે નેટ​ફ્લિક્

આ ડૉક્યુ-સિરીઝને સ્મૃતિ મુન્ધ્રાએ ડિરેક્ટ કરી છે

01 February, 2023 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ઇન્ડી રેકૉર્ડ લેબલ ‘ગરુડ મ્યુઝિક’ લૉન્ચ કર્યું શેખર રવજિયાણીએ

આ લેબલ દ્વારા તેનાં ગીતો જોવા મળશે અને સાથે જ નવી ટૅલન્ટને પણ સાંભળવા મળશે

01 February, 2023 03:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

આદિત્ય રૉય કપૂર અને મૃણાલની ‘ગુમરાહ’ થશે ૭ એપ્રિલે રિલીઝ

આ ફિલ્મમાં આદિત્ય પહેલી વખત ડબલ રોલમાં દેખાશે, તો મૃણાલ પોલીસના રોલમાં જોવા મળશે

01 February, 2023 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK