Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ: નોરાની ડાન્સ રીલ્સથી ઑબ્સેસ્ડ હતો અનુરાગ

ટોટલ ટાઇમપાસ: નોરાની ડાન્સ રીલ્સથી ઑબ્સેસ્ડ હતો અનુરાગ

07 February, 2023 04:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉન દરમ્યાન હૃતિક રોશનના ડાન્સ વિડિયો સતત જોતો હતો.

નોરા ફતેહી

Total Time Pass

નોરા ફતેહી


નોરાની ડાન્સ રીલ્સથી ઑબ્સેસ્ડ હતો અનુરાગ

અનુરાગ કશ્યપે જણાવ્યું છે કે તે નોરા ફતેહીની ડાન્સ રીલ્સ પાછળ પાગલ હતો. સાથે જ તે લૉકડાઉન દરમ્યાન હૃતિક રોશનના ડાન્સ વિડિયો સતત જોતો હતો. નોરા વિશે જણાવતાં અનુરાગ કશ્યપે કહ્યું કે ‘હું ઘણીબધી રીલ્સ જોઉં છું. એક વખત તો હું નોરા ફતેહીની ડાન્સ રીલ્સનો દીવાનો બની ગયો હતો. હવં હું ફૂડ રીલ્સ જોઉં છું. મારા પર ‘નોરા ફેઝ’ છવાયેલો હતો.’



સલમાન સાથેની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પૂજાએ


પૂજા હેગડેએ સલમાન​ ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ એક ઍક્શન-થ્રિલર છે જેનું ટીઝર શાહરુખ ખાનની ‘પઠાન’ સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે જોવા મળી રહી છે. આ સિવાય પણ એમાં ઘણા ઍક્ટર્સ છે. આ ફિલ્મને ફરહાદ સામજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેને ૨૧ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. પૂજા હવે બહુ જલદી મહેશબાબુ સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. શૂટિંગ પૂરું થયું હોવાની માહિતી પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શૅર કરી હતી.

‘જેલર’માં જૅકીની એન્ટ્રી


રજનીકાન્તની આગામી ફિલ્મ ‘જેલર’માં જૅકી શ્રોફની એન્ટ્રી થઈ છે. એનો ફોટો જૅકી શ્રોફે શૅર કર્યો છે, જેમાં તે ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો છે. એવું પણ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં રજનીકાન્ત હટકે રોલમાં દેખાશે, જે તેમણે અગાઉ કદી પણ નથી ભજવ્યો. હવે જૅકી પણ આ ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે. પોતાના લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૅકી શ્રોફે કૅપ્શન આપી હતી, ‘જેલર’ના સેટ પરથી.

નીરજ પાન્ડેની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગન અને તબુએ

નીરજ પાન્ડેએ તેની ‘ઔરોં મેં કહાં દમ થા’નું શૂટિંગ શરૂ કર્યું છે. તેમના ફ્રાઇડે ફિલ્મવર્ક્સ હેઠળ આ પાંચમી ફિલ્મ છે અને ડિરેક્ટર તરીકે તેમની છઠ્ઠી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન, તબુ અને જિમી શેરગિલ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં રોમૅન્ટિક સ્ટોરી છે જે ૨૦૦૨થી લઈને ૨૦૨૩ વચ્ચેની છે. આ ફિલ્મનું મ્યુઝિક એમ. એમ. ક્રીમ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK