કેશ ચંદ્રશેખરના કેસમાં નોરા અને જૅકલિન ફર્નાન્ડિસ બન્નેનાં નામ સંડાવાયેલાં છે

નોરા ફતેહી
કોનમૅન સુકેશ ચંદ્રશેખરનું કહેવું છે કે તેની પાસેથી નોરા ફતેહીએ મૉરોક્કોમાં ઘર બનાવવા માટે પૈસા લીધા હતા. સુકેશ ચંદ્રશેખરના કેસમાં નોરા અને જૅકલિન ફર્નાન્ડિસ બન્નેનાં નામ સંડાવાયેલાં છે. જૅકલિન તો સુકેશ સાથે પ્રેમમાં પણ હતી. નોરા વિશે વાત કરતાં સુકેશે કહ્યું કે ‘આજે નોરા વાત કરે છે કે મેં તેને એક ઘર બનાવી આપવા માટે પ્રૉમિસ કર્યું હતું, પરંતુ હકીકત એ છે કે મૉરોક્કોના કાસાબ્લાન્કામાં તેની ફૅમિલી માટે ઘર બનાવવા તેણે મારી પાસે પૈસા લીધા હતા. ૯ મહિના પહેલાં તેણે ઈડીને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એનાથી ભાગવા માટે હવે તે સ્ટોરી બનાવી રહી છે. નોરાએ એવું કહ્યું કે તેને કાર નહોતી જોઈતી, પરંતુ એ મોટું જૂઠ છે. તે કાર બદલવા માટે મારી લાઇફ પાછળ પડી હતી. તેની પાસે જે કાર હતી એ તેને ગમતી નહોતી એથી મેં અને તેણે મળીને એક કાર પસંદ કરી હતી જે મેં તેને આપી હતી. હું તેને રેન્જ રોવર આપવા માગતો હતો, પરંતુ એ સ્ટૉકમાં નહોતી એટલે મેં તેને બીએમડબ્લ્યુ એસ સિરીઝ અપાવી હતી. મારી પાસે તેની સાથે કરેલી વાતચીતના સ્ક્રીનશૉટ પણ છે જે મેં ઈડીને આપ્યા છે. નોરા અને મારી વચ્ચે ક્યારેય પ્રોફેશનલ ટ્રાન્ઝૅક્શન નહોતાં રહ્યાં. તેણે કહ્યું કે તેણે ઇવેન્ટમાં હાજરી આપી હતી, પરંતુ એનું પેમેન્ટ મેં તેની એજન્સીને કર્યું હતું.’