આસિફની કરીઅરને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવશે. કે. આસિફનો જન્મ ઉત્તર પ્રદેશના ઇટાવામાં થયો હતો.
તિગ્માંશુ ધુલિયા
તિગ્માંશુ ધુલિયા હવે ‘મુગલ-એ-આઝમ’ના મેકર્સ કે. આસિફ પર બાયોપિક બનાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં કે. આસિફની કરીઅરને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવશે. કે. આસિફનો જન્મ ઉત્તર પ્રદેશના ઇટાવામાં થયો હતો. તિગ્માંશુએ હાલમાં જ ત્યાં એક લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ દરમ્યાન તેણે તેમના જીવન પરથી ફિલ્મ બનાવી રહ્યો હોવાની વાત કરી હતી. આ વિશે વાત કરતાં તિગ્માંશુએ કહ્યું કે ‘મને આના વિશે વધુ વાત કરવાની ના પાડવામાં આવી છે, પરંતુ હું એટલું જરૂર કહીશ કે આસિફના જીવન પરથી હવે ફિલ્મ બની રહી છે. જો હું ફિલ્મ બનાવી રહ્યો છું તો એ એકદમ ગ્રૅન્ડ હશે. આ વિષયને ખૂબ જ ગ્રૅન્ડ બનાવવામાં આવશે નહીં કે ઍક્ટરને. કે. આસિફે ઘણી સ્ટ્રગલ જોવી પડી હતી. તેણે પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. જોકે તે એક સફળ ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. તેમણે બાર વર્ષમાં ‘મુગલ-એ-આઝમ’ બનાવી હતી. તેમણે તેમની કરીઅરમાં ફક્ત બે-ત્રણ ફિલ્મો બનાવી હતી, પરંતુ દરેક આઇકૉનિક હતી.’