Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર શ્રૉફ પરના હુમલા પછી હમણાં કાર્તિક આર્યન, રણબીર કપૂર અને અભિષેક બચ્ચન ફુટબૉલ રમતા નહીં જોવા મળે

ટાઇગર શ્રૉફ પરના હુમલા પછી હમણાં કાર્તિક આર્યન, રણબીર કપૂર અને અભિષેક બચ્ચન ફુટબૉલ રમતા નહીં જોવા મળે

Published : 28 October, 2026 01:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાઇગર શ્રૉફ પર તાજેતરમાં થયેલા હુમલા બાદ બૉલીવુડમાં ભયનો માહોલ છે. ટાઇગર પર હુમલો થયા બાદ અનેક મોટા સ્ટાર્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બૉલીવુડ સ્ટાર્સ

બૉલીવુડ સ્ટાર્સ


ટાઇગર શ્રૉફ પર તાજેતરમાં થયેલા હુમલા બાદ બૉલીવુડમાં ભયનો માહોલ છે. ટાઇગર પર હુમલો થયા બાદ અનેક મોટા સ્ટાર્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે ‘ઑલ સ્ટાર્સ ફુટબૉલ ક્લબ’ (ASFC)એ પણ એક મોટો નિર્ણય લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફુટબૉલ ક્લબે આગામી આદેશ ન મળે ત્યાં સુધી દર રવિવારે યોજાતી પોતાની મૅચો અટકાવી દીધી છે. ટાઇગર ઉપરાંત કાર્તિક આર્યન, રણબીર કપૂર અને અભિષેક બચ્ચન જેવા જાણીતા સ્ટાર્સ પણ આ ફુટબૉલ સેશનમાં ભાગ લેતા હતા. જોકે હુમલાને પગલે હવે તેઓ પણ ફુટબૉલના મેદાનમાં રમી શકશે નહીં.
‘ઑલ સ્ટાર્સ ફુટબૉલ ક્લબ’ના માલિક બંટી વાલિયાએ જણાવ્યું હતું કે ‘હાલમાં ફુટબૉલનાં તમામ ટ્રેઇનિંગ સેશન અટકાવી દેવામાં આવ્યાં છે. આને શરૂ કરતા પહેલાં પોલીસનો સંપર્ક કરવો પડશે. સુરક્ષાની જરૂરી વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી મૅચો ફરી શરૂ કરવામાં આવશે નહીં. અમારા માટે સૌની સુરક્ષા સૌથી મહત્ત્વની છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK