ઍરપોર્ટ પર ડિમ્પલ કાપડિયા, દીકરી ટ્વિન્કલ ખન્ના અને દોહિત્રીઓ નિતારા-નાઓમિકા સરન એમ ત્રણ પેઢી સાથે જોવા મળી
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હાલમાં ઍરપોર્ટ પર રાજેશ ખન્નાના પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ એકસાથે જોવા મળી હતી. અહીં ડિમ્પલ કાપડિયા, તેમની દીકરી ટ્વિન્કલ ખન્ના અને દોહિત્રીઓ નિતારા-નાઓમિકા સરન એમ ત્રણ પેઢી એકમેકની કંપનીમાં ટ્રાવેલ કરતી જોવા મળી હતી. એ સમયે નિતારાના બદલાયેલા લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
વાઇરલ થયેલા આ વિડિયોમાં ડિમ્પલ કાપડિયા, ટ્વિન્કલ ખન્ના, નાઓમિકા સરન અને અક્ષયકુમારની દીકરી નિતારાએ સ્ટાઇલિશ લુક કૅરી કર્યો હતો અને તેઓ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઍરપોર્ટમાંથી બહાર આવતાં દેખાયાં હતાં. આ વિડિયોમાં ડિમ્પલ અને ટ્વિન્કલની પાછળ બૉલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહેલી રિન્કી ખન્નાની દીકરી નાઓમિકા સરન જોવા મળી હતી. નાઓમિકા તો નો મેકઅપ લુકમાં કમ્ફર્ટેબલ દેખાતી હતી. નાઓમિકા સાથે અક્ષય અને ટ્વિન્કલની દીકરી નિતારા પણ હતી. જોકે સામાન્ય રીતે શરમાળ લાગતી નિતારા કૉન્ફિડન્સ સાથે જોવા મળી હતી.
ADVERTISEMENT
અહાન પાંડેનો સિક્સ પૅક ઍબ્સ બતાવતો મિરર સેલ્ફી વાઇરલ

‘સૈયારા’ની સફળતા પછી અહાન પાંડેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. યુવાનોમાં અહાનની લોકપ્રિયતા વધી છે. હાલમાં અહાને પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં તેનો શાવર પછી ટુવાલમાં ક્લિક કરેલો મિરર સેલ્ફી શૅર કર્યો છે. આ શર્ટલેસ તસવીરોમાં તેના સિક્સ પૅક ઍબ્સ દેખાઈ રહ્યા છે અને આ તસવીર વાઇરલ થઈ રહી છે. અહાને આ સ્ટોરીમાં પોતાની ફિટનેસ માટે ટ્રેઇનરનો આભાર માન્યો છે.
સોનુ નિગમને બર્થ-ડે ગિફ્ટ

સોનુ નિગમને ગઈ કાલે બાવનમી વર્ષગાંઠ નિમિત્તે એક ઇવેન્ટમાં અનોખી ગિફ્ટ આપવામાં આવી હતી.


