Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાને ડિનર ડેટની અફલાતુન સરપ્રાઇઝ આપી

જ્યારે અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાને ડિનર ડેટની અફલાતુન સરપ્રાઇઝ આપી

07 December, 2021 02:22 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હમણાં જ માલદીવમાં રોમેન્ટિક રજાઓમાંથી પાછા ફર્યા છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની ડેટ નાઈટ/તસવીર સૌજન્યઃ અર્જુન કપૂરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની ડેટ નાઈટ/તસવીર સૌજન્યઃ અર્જુન કપૂરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ


મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) હમણાં જ માલદીવમાં રોમેન્ટિક રજાઓમાંથી પાછા ફર્યા છે. બંને હજુ પણ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માલદીવના સુંદર ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે. દરમિયાન, અર્જુને તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મલાઈકા સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં અર્જુન મલાઈકા અરોરાને સરપ્રાઈઝ આપે છે તે અફલાતુન રીતે કેપ્ચર થયું છે. તેણે મલાઈકા માટે રોમેન્ટિક ડિનર ડેટનું આયોજન કર્યું હતું. સ્વાભાવિક છે કે મલાઇકા સરપ્રાઈઝ ડિનર ડેટ જોઈને ખુશ છે. વીડિયોમાં માત્ર મલાઈકા જ જોવા મળી રહી છે. અર્જુને બીચ પર રોમેન્ટિક ડિનર ડેટનું આયોજન કર્યું હતું. જુઓ અર્જુને શેર કરેલ આ વીડિયો



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)


મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધો દિવસેને દિવસે વધુ મજબૂત થઈ રહ્યા છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડનું સૌથી હૉટ ફેવરિટ કપલ છે. બંને વચ્ચેના સંબંધોની ચર્ચા મીડિયા અને ચાહકોમાં થાય છે. તેમના સંબંધોના સત્તાવાર સ્વીકાર પછી, બંને ખૂબ જ બિંધાસ્ત થઇને એક સાથે લોકો સમક્ષ હાજર થાય છે. બંને ઘણીવાર સાથે આઉટિંગ અને ડિનર ડેટ પર જતા હોય છે. આ ઉપરાંત બે દિવસ પહેલા અર્જુને એક વીડિયો શેર કર્યો હતો. વાયરલ વીડિયોમાં અર્જુન અને મલાઈકા બંને સ્વિમિંગ પૂલમાં સાથે સાઈકલ ચલાવતા જોવા મળે છે. અર્જુને લખેલું કેપ્શન આ વીડિયો શેર કરતી વખતે વધુ ચર્ચામાં આવ્યું હતું. વીડિયો શેર કરતી વખતે અર્જુને લખ્યું, `જ્યારે કોઈ ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતાં વધુ મુશ્કેલ ટાસ્કમાસ્ટર હોય છે!!!` ભૂતપૂર્વ વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયન ડ્રૂ નીલને પણ ટેગ કરીને તેણે લખ્યું, `જુઓ, ડ્રૂ નીલ, હું વેકેશનમાં માલદીવ્સમાં વર્કઆઉટ કરી રહ્યો છું. આભાર મલાઈકા અરોરા.`


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2021 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK