Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાન’ ​વિશે ઘણું કહેવું છે, પરંતુ પચીસ જાન્યુઆરી સુધી રાહ જુઓ : જૉન એબ્રાહમ

‘પઠાન’ ​વિશે ઘણું કહેવું છે, પરંતુ પચીસ જાન્યુઆરી સુધી રાહ જુઓ : જૉન એબ્રાહમ

14 January, 2023 07:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનું કહેવું છે કે તે ‘પઠાન’ વિશે ઘણુંબધું કહેવા માગે છે પરંતુ પચીસ જાન્યુઆરી સુધી રાહ જોવાનું પણ તે કહે છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે અને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે.

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમ


જૉન એબ્રાહમ તેની આગામી ‘પઠાન’ને લઈને એક્સાઇટેડ છે. તેનું કહેવું છે કે તે ‘પઠાન’ વિશે ઘણુંબધું કહેવા માગે છે પરંતુ પચીસ જાન્યુઆરી સુધી રાહ જોવાનું પણ તે કહે છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે અને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ફિલ્મને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર જૉન એબ્રાહમે લખ્યું કે ‘ઇન્ડસ્ટ્રીમાં પસાર કરેલાં મારાં આટલાં વર્ષોમાં આ ક્ષણ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. તમે સૌએ ‘પઠાન’ના ટ્રેલર પર ખૂબ પ્રેમ વરસાવ્યો એ માટે આભાર. એને બનાવવામાં સખત મહેનત કરવામાં આવી છે. આ ભવ્ય ફિલ્મ છે. આદિત્યએ હંમેશાં મને બેસ્ટ રોલ્સ આપ્યા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ આનંદે જે કમાલ કરી છે સૌને દેખાડવા માટે આતુર છું. હું ‘પઠાન’ વિશે ઘણુંબધું કહેવા માગું છું, પરંતુ આપણે બધાએ પચીસ જાન્યુઆરી સુધી રાહ જોવી જોઈએ. આ મોટા એન્ટરટેઇનર માટે તૈયાર થઈ જાઓ.’


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK