રણવીર સિંહે આવું લખીને ‘ધુરંધર : ધ રિવેન્જ’નું નવું પોસ્ટર શૅર કર્યું
‘ધુરંધર : ધ રિવેન્જ’નું નવું પોસ્ટર
રણવીર સિંહે તેની આગામી ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું નવું પોસ્ટર જાહેર કરીને ચાહકોના ભારે ઉત્સાહને ટેકો આપ્યો છે. આ ફિલ્મ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે એ પહેલાં એનું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રણવીર સિંહના બે અલગ-અલગ લુક જોવા મળતાં ચાહકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ના નવા પોસ્ટરમાં રણવીર સિંહને જસકિરત સિંહ રંગી અને હમઝા અલી મઝારી એમ બે અલગ-અલગ પાત્રમાં દેખાડવામાં આવ્યો છે. આ પોસ્ટર સાથે તેણે કૅપ્શન લખી છે કે ‘ઈશ્વરનો પ્રકોપ આવી રહ્યો છે.’
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડા અને મલયાલમ ભાષાઓમાં પ્રદર્શિત કરવામાં આવશે. એના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મનો બીજો ભાગ પહેલા કરતાં વધુ મોટો, ઇન્ટેન્સ અને ઍક્શનથી ભરપૂર હશે.
