આ મૉડલ ભારતીય બ્રૅન્ડ ટાઇટન દ્વારા બનાવવામાં આવેલી સૌથી રૅર ઘડિયાળોમાંનું એક છે
આ ઘડિયાળની સૌથી વિશેષ બાબત એનું હાથથી દોરેલું માર્બલ ડાયલ છે જે જયપુરના પ્રખ્યાત હવામહલથી પ્રેરિત છે.
આર. માધવનને મંગળવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સન્માન લેવા જતી વખતે તેના હાથમાં દેખાયેલી એક ખાસ ઘડિયાળે પણ સૌનું ધ્યાન ખેંચ્યું. આ સમયે આર. માધવનના હાથમાં જોવા મળેલી ઘડિયાળ ટાઇટનની વૈભવી ‘નેબ્યુલા’ શ્રેણીની સૌથી વિશિષ્ટ રચનાઓમાંની એક માનવામાં આવે છે. ૧૮ કૅરૅટ રોઝ ગોલ્ડ કેસથી બનેલી આ ઘડિયાળમાં આધુનિક ઘડિયાળ નિર્માણકળા અને પરંપરાગત ભારતીય હસ્તકલાનું સુંદર સંયોજન જોવા મળે છે અને એની અંદાજિત કિંમત લગભગ ૪૦ લાખ રૂપિયા છે.
આ ઘડિયાળની સૌથી વિશેષ બાબત એનું હાથથી દોરેલું માર્બલ ડાયલ છે જે જયપુરના પ્રખ્યાત હવામહલથી પ્રેરિત છે. રાજસ્થાનની મિનિએચર પેઇન્ટિંગ પરંપરાને આધારે બનાવવામાં આવેલી આ કલાકૃતિ ઘડિયાળને એક પહેરી શકાય એવી કલાત્મક કૃતિમાં ફેરવી દે છે.
ADVERTISEMENT
આ મૉડલ ભારતીય બ્રૅન્ડ ટાઇટન દ્વારા બનાવવામાં આવેલી સૌથી રૅર ઘડિયાળોમાંનું એક છે. રિપોર્ટ પ્રમાણે સમગ્ર વિશ્વમાં એના માત્ર ૧૦ નમૂનાઓ બનાવવામાં આવ્યા છે, જેના કારણે એ કલેક્ટર્સ માટે અત્યંત વિશિષ્ટ વસ્તુ બની ગઈ છે.
