આ યાદીમાં ભારતની ત્રણ સુંદરીઓ પણ સામેલ છે. આ યાદીમાં મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ સંધુએ પંચાવનમું સ્થાન મેળવ્યું છે અને તે સતત ત્રીજા વર્ષે આ યાદીમાં સામેલ છે. પ્રિયંકા ચોપડાને આ લિસ્ટમાં ૬૭મું સ્થાન મળ્યું છે અને તે સતત ૮ વર્ષથી આ યાદીમાં સ્થાન મેળવ્યું.
૨૦૨૫ના દુનિયાના સૌથી સુંદર ચહેરાઓમાં હરનાઝ સંધુ, પ્રિયંકા ચોપડા અને પૂજા હેગડે
હાલમાં અમેરિકન સંસ્થા ટીસી કૅલેન્ડર દ્વારા ૨૦૨૫ માટેની ‘100 મોસ્ટ બ્યુટિફુલ ફેસિસ’ની યાદી જાહેર કરવામાં આવી છે. દર વર્ષે એક લાખથી વધુ મહિલા સેલિબ્રિટીઝમાંથી માત્ર ૧૦૦ ચહેરાઓને આ યાદીમાં સ્થાન મળે છે. આ પસંદગી વખતે માત્ર સુંદરતા જ નહીં પણ શાલીનતા, વર્તન, મૌલિકતા, જુસ્સો અને ગંભીરતા જેવા ગુણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
આ યાદીમાં ભારતની ત્રણ સુંદરીઓ પણ સામેલ છે. આ યાદીમાં મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ સંધુએ પંચાવનમું સ્થાન મેળવ્યું છે અને તે સતત ત્રીજા વર્ષે આ યાદીમાં સામેલ છે. પ્રિયંકા ચોપડાને આ લિસ્ટમાં ૬૭મું સ્થાન મળ્યું છે અને તે સતત ૮ વર્ષથી આ યાદીમાં સ્થાન મેળવી રહી છે. એ સિવાય ઍક્ટ્રેસ પૂજા હેગડેને ૮૧મું સ્થાન મળ્યું છે અને તે પણ સતત ૪ વર્ષથી આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રહી છે.


