તારા સુતરિયાની વેકેશનની તસવીરો પર બૉયફ્રેન્ડ વીર પહારિયાએ પોસ્ટ કર્યું ક્યુટ રીઍક્શન
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
તારા સુતારિયા અને વીર પહારિયાએ આખરે તેમની રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે. હાલમાં તારાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બૉયફ્રેન્ડ વીર સાથે ઇટલીમાં માણેલી રજાની તસવીરો શૅર કરી છે. આ તસવીર પર વીરે પણ ક્યુટ રીઍક્શન આપતાં લખ્યું છે, ‘મારી તારુઉઉ...’
તારા અને વીરનો તેમની રિલેશનશિપનો જાહેરમાં કરેલો આ એકરાર તેમના ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે.


