આ ગણેશચતુર્થીએ તારાએ પોતાના સોશ્યલ મીડિયા પર વીર સાથેની રોમૅન્ટિક તસવીર શૅર કરીને
તારા સુતરિયા અને વીર પહારિયા
તારા સુતરિયા અને વીર પહારિયા અવારનવાર સાથે જોવા મળે છે અને એવી ચર્ચા છે કે બન્ને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે. જોકે આ ગણેશચતુર્થીએ તારાએ પોતાના સોશ્યલ મીડિયા પર વીર સાથેની રોમૅન્ટિક તસવીર શૅર કરીને જાણે કંઈ પણ કહ્યા વગર તેમની રિલેશનશિપ કન્ફર્મ કરી દીધી છે. આ તસવીરોમાં તારા સાડીમાં ગજબની સુંદર દેખાતી હતી.


