ડિપ્રેશન માટે સારવાર લઈ રહેલી મહિલાની દીકરી ઘરમાં મરાઠીને બદલે હિન્દીમાં વાત કરતી હતી એવી નજીવી બાબતે તેણે દીકરીનો જીવ લઈ લીધો હતો
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની એક મહિલાએ પોતાની ૬ વર્ષની દીકરીનું નાક અને ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે ‘આ મહિલાને દીકરો જોઈતો હતો એટલે દીકરી તેને અળખામણી લાગતી હતી. ડિપ્રેશન માટે સારવાર લઈ રહેલી મહિલાની દીકરી ઘરમાં મરાઠીને બદલે હિન્દીમાં વાત કરતી હતી એવી નજીવી બાબતે તેણે દીકરીનો જીવ લઈ લીધો હતો. મહિલા તેના IT એન્જિનિયર પતિ સાથે કળંબોળીમાં રહે છે.’
મહિલા ૨૩ ડિસેમ્બરે દીકરીને હૉસ્પિટલ લઈ ગઈ હતી અને કહ્યું હતું કે મારી દીકરી બેભાન થઈ ગઈ છે. એ પછી ડૉક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી. જોકે શંકા તેમને જતાં તેમણે પોલીસને જણાવ્યું હતું. પોસ્ટમૉર્ટમના રિપોર્ટ મુજબ ગળું દબાવવાને કારણે બાળકીનો જીવ ગયો હતો. શુક્રવારે પૂછપરછ દરમ્યાન મહિલાએ પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે હું દીકરો ઇચ્છતી હોવાથી મેં દીકરીની હત્યા કરી હતી.


