ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો અને જર્નલિસ્ટ્સે જેમણે મારા વિશે ખોટા ન્યુઝ બનાવ્યા અને તેમની સાથે જ પીઆર લોકો પણ સામેલ છે જેમણે મારી છબિ ખરડી છે. દરેકની પાછળ પડી જાઓ.
તનુશ્રી દત્તા
#MeeToo કૅમ્પેન દ્વારા પોતાની આપવીતી જણાવનાર તનુશ્રી દત્તાએ જણાવ્યું છે કે જો મારી સાથે કંઈ પણ અણબનાવ બને તો એને માટે નાના પાટેકર અને બૉલીવુડ-માફિયા જવાબદાર હશે. તેણે જણાવ્યું કે ફિલ્મ ફ્રેટર્નિટીએ તેને સેક્સ્યુઅલી હૅરૅસ કરી હતી અને સાથે જ સુશાંત સિંહ રાજપૂતના નિધન માટે પણ મને જવાબદાર ગણી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તનુશ્રી દત્તાએ કૅપ્શન આપી હતી, ‘મારી સાથે જો કદી પણ કંઈ થાય તો એ માટે #MeeTooનો આરોપી નાના પાટેકર, તેના વકીલો, તેના સહયોગીઓ અને બૉલીવુડ-માફિયાના તેના ફ્રેન્ડ્સ જવાબદાર હશે. બૉલીવુડ-માફિયા કોણ છે? એ જ લોકો છે જેઓ સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસમાં સંડોવાયેલા છે (એ બધાના ક્રિમિનલ લૉયર પણ એક જ છે). તેમની ફિલ્મો ન જુઓ, તેમનો બૉયકૉટ કરો, બધા ભ્રષ્ટ લોકોની પાછળ પડી જાઓ. ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો અને જર્નલિસ્ટ્સે જેમણે મારા વિશે ખોટા ન્યુઝ બનાવ્યા અને તેમની સાથે જ પીઆર લોકો પણ સામેલ છે જેમણે મારી છબિ ખરડી છે. દરેકની પાછળ પડી જાઓ. તેમણે મને ખૂબ પરેશાન કરી છે એથી તેમનું જીવન પણ નરક બનાવી દો. કાયદો અને ન્યાય પણ તેમની સામે હારી ગયો, પરંતુ મને આપણા દેશના લોકો પર વિશ્વાસ છે. જય હિન્દ, બાય, ફિર મિલેંગે.’


