સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપોને ખોટા કહેનાર નાના પાટેકર પર ભડકી તનુશ્રી દત્તા
તનુશ્રી દત્તા
ઍક્ટર અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા યુનિવર્સ તનુશ્રી દત્તાએ ૨૦૧૮માં નાના પાટેકર પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. ૨૦૦૮માં ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમ્યાન નાનાએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. એ વિશે જ્યારે તેણે જણાવ્યું તો મહારાષ્ટ્રનાં કેટલાંક રાજકીય દળોએ નાના પાટેકરને સપોર્ટ કર્યો હતો. તાજેતરમાં જ નાના પાટેકરને એ આરોપો વિશે પૂછવામાં આવ્યું હતું. તો પોતાને સાચો જણાવીને નાના કહે છે, એ આરોપો ખોટા હોવાથી મને ગુસ્સો નથી આવ્યો. તેનો આ જવાબ સાંભળીને તનુશ્રી કહે છે, ‘હવે તેમને ડર લાગે છે અને બૉલીવુડમાંથી તેમનો સપોર્ટ પણ ઘટી રહ્યો છે. જે પણ લોકોએ તેમને સપોર્ટ કર્યો છે તેઓ કાં તો દેવાળિયા થઈ ગયા છે કાં તો તેમનાથી દૂર થઈ ગયા છે. લોકોએ તેમની ચાલાકી જોઈ છે અને એથી તેઓ હવે લોકોને ગેરમાર્ગે દોરવા માગે છે. છ વર્ષ પહેલાં મુકાયેલા આરોપ પર તેઓ હવે પ્રતિક્રિયા આપે છે. તેમને વારંવાર ખોટું બોલવાની બીમારી છે.’


