તબુએ ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘વિરાસત’માં અનિલ કપૂર સાથે કામ કર્યું હતું
તબુ
તબુએ ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘વિરાસત’માં અનિલ કપૂર સાથે કામ કર્યું હતું. એ ફિલ્મને પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં તબુનો લુક એક ગામડાની યુવતીનો હતો. આ જ કારણ છે કે પ્રિયદર્શને તેલની આખી બૉટલ તબુના માથામાં નાખી હતી જેથી તે ગામડાની યુવતી જેવી દેખાઈ શકે. એ વિશે તબુ કહે છે, ‘પ્રિયદર્શનની ઇચ્છા હતી કે મારા વાળ ઑઇલી હોય અને મારો લુક ગામડિયણ હોય. એથી હેરસ્ટાઇલિસ્ટે મને કહ્યું કે થોડી જેલ વાળમાં લગાવું જેથી એ ઑઇલી દેખાય. હું જ્યારે સેટ પર ગઈ તો તેમણે મને કહ્યું કે મેં તને વાળમાં તેલ લગાવવા કહ્યું હતું. તેઓ નાળિયેર તેલની બૉટલ લઈને આવ્યા અને આખી બૉટલ મારા માથામાં ઢોળી દીધી હતી. પછી તેમણે કહ્યું કે ‘આવી રીતે મેં વાળમાં તેલ લગાવવા કહ્યું હતું.’ મારા માટે તો આ સરળ થઈ ગયું હતું. મારે કોઈ હેરસ્ટાઇલ કરવાની જરૂર નહોતી. હું પાંચ મિનિટમાં જ તૈયાર થઈને સેટ પર પહોંચી જતી હતી.’


