તેમ જ તેને અલગ-અલગ ફ્લેવરને ટેસ્ટ કરવું પણ પસંદ છે.
સની લીઓની
સની લીઓનીને કુકિંગ અને બેકિંગ કરવું ખૂબ જ પસંદ છે. તે હિરોઇન છે અને એથી એ એવા પ્રોફેશનમાં છે કે તેણે દરેક વસ્તુ ખૂબ જ સમજી વિચારીને ખાવું પડે છે. જોકે તે ફૂડી છે અને પોતે ખાવાનું બનાવવું તેને પસંદ છે. તેમ જ તેને અલગ-અલગ ફ્લેવરને ટેસ્ટ કરવું પણ પસંદ છે. આ વિશે વાત કરતાં સનીએ કહ્યું કે ‘મને કુકિંગ અને બેકિંગ કરવું પસંદ છે. બેકિંગમાં હું માહેર છું. કોઈ પણ વસ્તુ જેને અવનમાં મૂકી શકાય એને બેક કરવું મને ખૂબ જ પસંદ છે. બ્રેડ્સ, ક્રસ્ટ્સ હોય કે પછી પીત્ઝા અથવા તો અન્ય પ્રકારની ડીઝર્ટ મને બેકિંગની પ્રોસેસ ખૂબ જ પસંદ છે. હું મારાં બાળકો માટે નવી-નવી વાનગી બનાવું છું અને તેમને ખાતાં જોવાં સૌથી બેસ્ટ છે. હું ફૂડી છું. મને લાગે છે કે ફૂડી બે પ્રકારના હોય છે. એક એવા જે ફક્ત ખા-ખા-ખા કરતા હોય છે અને બીજા એવા જેમને અલગ-અલગ ટેસ્ટ કરવું પસંદ હોય છે. હું એવી છું કે મારાથી ડિશ સંપૂર્ણ પૂરી ન થાય એ બની શકે, પરંતુ હું અલગ ફૂડ અને ફ્લેવરને ટેસ્ટ જરૂર કરું છું. જોકે એક સંપૂર્ણ પીત્ઝા ખાવું મને પસંદ છે.’


