Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૅનિયલને મ્યુઝિક વગાડતો જોઈ તેના પ્રેમમાં પડી હતી સની લીઓની

ડૅનિયલને મ્યુઝિક વગાડતો જોઈ તેના પ્રેમમાં પડી હતી સની લીઓની

08 February, 2024 06:17 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છ વર્ષનાં લગ્ન બાદ ૨૦૧૭માં તેમણે લાતુરમાંથી એક છોકરીને અડૉપ્ટ કરી હતી જેનું નામ નિશા છે. ત્યાર બાદ ૨૦૧૮માં તે સરોગસીથી મમ્મી બની હતી અને તેને બે દીકરા છે.

સની લીઓની

સની લીઓની


સની લીઓનીનું કહેવું છે કે તેના પતિને મ્યુઝિક વગાડતો જોઈને તે તેના પ્રેમમાં પડી હતી. સનીએ ૨૦૧૧માં ડૅનિયલ વેબર સાથે લગ્ન કર્યાં હતાં. તે અમેરિકન રૉક ઍન્ડ રોલ બૅન્ડ ધ ડિસ્પેરોઝનો ફ્રન્ટમૅન હતો. આ વિશે વાત કરતાં સનીએ કહ્યું કે ‘ડૅનિયલ ખૂબ જ અદ્ભુત વ્યક્તિ છે. તે ખરેખર એક ઇન્સ્પિરેશન છે. તે ક્રીએટિવ, ટૅલન્ટેડ અને સ્માર્ટ છે. હું તેને પહેલી વાર મળી હતી ત્યારે તેને મ્યુઝિક વગાડતા જોઈને હું તેના પ્રેમમાં પડી ગઈ હતી. તેને એ રીતે જોવું ખૂબ જ હૉટ ઍન્ડ સેક્સી લાગી રહ્યું હતું. તેના પર ઘણાં ટૅટૂ છે. કઈ છોકરીને એ પસંદ ન હોય?’


છ વર્ષનાં લગ્ન બાદ ૨૦૧૭માં તેમણે લાતુરમાંથી એક છોકરીને અડૉપ્ટ કરી હતી જેનું નામ નિશા છે. ત્યાર બાદ ૨૦૧૮માં તે સરોગસીથી મમ્મી બની હતી અને તેને બે દીકરા છે. ફૅમિલી વિશે વાત કરતાં સનીએ કહ્યું કે ‘મને મારી લાઇફ ખૂબ જ પસંદ છે અને હું જે કરું છું એ પણ મને એટલું જ પસંદ છે. મારાં બાળકોની આસપાસ રહેવું મને પસંદ છે. કોઈ દિવસ મને કામ કરવાની ઇચ્છા નથી એવો મારી પાસે ઑપ્શન નથી હોતો. મારે કામ કરવાનું હોય તો કરવાનું હોય છે અને જ્યારે કામ નહીં કરતી હોઉં ત્યારે હું ઘરે મારી ફૅમિલી અને મારાં બાળકો સાથે સમય પસાર કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK