Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મળ્યાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને

સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મળ્યાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને

Published : 09 August, 2026 08:30 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બટવારા 1947’ના પ્રમોશન દરમિયાન સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાએ લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથે બન્ને કલાકારોને ભગવાનની મૂર્તિઓ ભેટમાં આપી હતી.

સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને યોગી આદિત્યનાથ

સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને યોગી આદિત્યનાથ


સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા પોતાની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશનના ભાગરૂપે જ તેમણે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત મુખ્ય પ્રધાનના સરકારી નિવાસસ્થાને થઈ હતી. આ સમયે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સની અને પ્રીતિને ભગવાનની મૂર્તિઓ ભેટમાં આપી હતી અને તેમની સાથે તસવીરો પણ પડાવી હતી. મુખ્ય પ્રધાન યોગીએ આ મુલાકાતની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર પણ શૅર કરી હતી.
બન્ને કલાકારો સાથેની તસવીરો શૅર કરતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખ્યું, ‘આજે લખનઉમાં સરકારી નિવાસસ્થાને જાણીતા ફિલ્મ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા સાથે શિષ્ટાચાર મુલાકાત થઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 08:30 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK