Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાહોર 1947માંથી બટવારા 1947 અને હવે ફાઇનલી બટવારા

લાહોર 1947માંથી બટવારા 1947 અને હવે ફાઇનલી બટવારા

Published : 08 June, 2026 10:39 AM | Modified : 08 June, 2026 10:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બટવારા 1947’ નામ પર વિચાર કરવામાં આવ્યો હતો પણ પછી સર્વસંમતિથી નક્કી થયું કે ફિલ્મનું નામ માત્ર ‘બટવારા’ જ રાખવું જોઈએ

રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહી છે

રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહી છે


સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘લાહોર 1947’ના નામમાં ક્રમશઃ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ પહેલાં ‘બટવારા 1947’ કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે એનું નામ ‘બટવારા’ કરી નાખવામાં આવ્યું છે. રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહી છે.

આ ફિલ્મના બદલાયેલા નામની ચર્ચા કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘ફિલ્મની ટીમ શરૂઆતથી જ ફિલ્મનું નામ ‘લાહોર 1947’ રાખવા માગતી નહોતી. એટલે ‘બટવારા 1947’ નામ પર વિચાર કરવામાં આવ્યો હતો પણ પછી સર્વસંમતિથી નક્કી થયું કે ફિલ્મનું નામ માત્ર ‘બટવારા’ જ રાખવું જોઈએ. જોકે ‘1947’ શબ્દ દૂર કરીને માત્ર ‘બટવારા’ નામ અપનાવવા માટે એના ટાઇટલ-રાઇટ્સ મેળવવા જરૂરી હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ‘બટવારા’ નામના અધિકાર સલીમ અખ્તરના પરિવાર પાસે છે, કારણ કે તેમણે ૧૯૮૯માં આ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આમિર એ પછી સલીમ અખ્તરના દીકરા સમદ અખ્તરના ઘરે ગયો હતો અને ટાઇટલ માગ્યું હતું. સલીમ અખ્તરના પરિવારે આમિરની વાત સમજ્યા બાદ આ ટાઇટલના રાઇટ્સ વેચવાનો નિર્ણય કર્યો હતો.’



ફાધર્સ ડે પર રિલીઝ કરવામાં આવશે સની દેઓલ અને કરણ દેઓલને એકસાથે ચમકાવતો બટવારાનો સ્પેશ્યલ પ્રોમો


આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ‘બટવારા’નો એક સ્પેશ્યલ પ્રોમો ૨૧ જૂને ફાધર્સ ડેના અવસરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આ પ્રોમોમાં સની દેઓલ અને તેના દીકરા કરણ દેઓલની ઝલક જોવા મળશે. ખાસ વાત એ છે કે આ પ્રોમોમાં સની અને કરણ પહેલી વખત એકસાથે સ્ક્રીન શૅર કરતા જોવા મળશે. આ કારણે જ નિર્માતાઓ આ ખાસ પ્રોમોને ફાધર્સ ડેના અવસરે રજૂ કરવાની યોજના બનાવી છે અને નજીકના ભવિષ્યમાં જ એની જાહેરાત કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે એ સ્વતંત્રતાદિનના વીક-એન્ડ દરમ્યાન ૧૩ ઑગસ્ટે મોટા પડદા પર રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK