આ બન્નેએ ‘ધી આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે નિકટતા કેળવાઈ ગઈ છે. હાલમાં આ બન્નેએ મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. આ ફંક્શન પછી સુહાના અને અગસ્ત્ય લેટ નાઇટ ડિનરની મજા માણતાં જોવા મળ્યાં.
સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને નાઓમિકા
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા રિલેશનશિપમાં છે એવી ઘણા સમયથી ચર્ચા છે. આ બન્નેએ ‘ધી આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે નિકટતા કેળવાઈ ગઈ છે. હાલમાં આ બન્નેએ મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં રાજેશ ખન્ના-ડિમ્પલની દોહિત્રી તેમ જ રિન્કી-સમીર સરનની દીકરી નાઓમિકા સરન પોતાની ખૂબસૂરતીથી બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ ફંક્શન પછી સુહાના અને અગસ્ત્ય લેટ નાઇટ ડિનર કરીને બાંદરાની એક જાણીતી રેસ્ટોરાંમાંથી નીકળતા જોવા મળ્યાં હતાં અને એ સમયે તેમની સાથે નાઓમિકા પણ હતી. આ ડિનર પછી સુહાના અને નાઓમિકા એક જ કારમાં ઘરે જવા રવાના થઈ હતી. આમ તેમની કેમિસ્ટ્રી જોઈને એવું લાગતું હતું કે સુહાના-અગસ્ત્યની નાઓમિકા સાથે દોસ્તી જામી ગઈ છે.

