Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kiran Rao

લેખ

`લાપતા લેડીઝ’ અને ‘બુરખા સિટી’

લાપતા લેડીઝ જોઈ બુરખા સિટીના ડિરેક્ટર પણ ચોંકી ગયા કહ્યું સીન એકદમ મારી ફિલ્મ

Laapataa Ladies Copy Row: ફેબ્રિસે કહ્યું, "સૌ પ્રથમ, ફિલ્મ જોતા પહેલા જ, મને આશ્ચર્ય થયું કે ફિલ્મની પિચ મારી શોર્ટ ફિલ્મ સાથે કેટલી સમાન હતી. પછી મેં ફિલ્મ જોઈ, અને મને એ જોઈને આશ્ચર્ય થયું કે, વાર્તા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે,

07 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`લાપતા લેડીઝ’ અને ‘ઘૂંઘટ કે પટ ખોલ’

ઑસ્કરમાં મોકલાયેલી લાપતા લેડીઝ વિદેશી શૉર્ટ ફિલ્મની નકલ?

સોશ્યલ મીડિયા પર બુર્કા સિટીનો વિડિયો શૅર કરવામાં આવ્યો છે જે કિરણ રાવની ફિલ્મની વાર્તાને મળતો આવે છે. કિરણ રાવ અને આમિર ખાનની ‘લાપતા લેડીઝ’નાં વખાણ આખી દુનિયામાં થયાં છે અને એ ફિલ્મ તેમ જ એના કલાકારો અનેક અવૉર્ડ જીત્યા છે.

03 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ કિશન અને આમિર ખાન

Video: `લાપતા લેડીઝ` માટે આમિર ખાને પણ આપ્યું હતું ઓડિશન પણ તે રોલ આખરે...

Aamir Khan auditioned for Laapataa Ladies: લાપતા લેડીઝમાં સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરની ભૂમિકા માટે આમિર ખાનને પણ ઓડિશન આપ્યું હતું જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમિર ખાન ટોકીઝે તેને તેની કાસ્ટિંગ ડાયરીઝ હેઠળ રજૂ કર્યું છે.

30 March, 2025 08:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ (ફાઇલ તસવીર)

દીપિકા પાદુકોણે કર્યો સવાલ: ઑસ્કર માટે ભારતીય ફિલ્મોને કેમ નકારવામાં આવે છે?

Deepika Padukone on Oscar Awards: જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણે ભારતીય ફિલ્મોની હાર પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્મ ઑસ્કરના રેસમાંથી બહાર થઇ છે. તેણે કહ્યું કે ભારતીય સિનેમા સાથે અન્યાય થઈ રહ્યો છે.

25 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આમિર ખાન ઈદ પાર્ટી

આમિરનું અનોખું ઈદ સેલિબ્રેશન

બૉલીવુડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન માટે આ વખતે ઈદની પાર્ટી ખાસ રહી હતી. આ વર્ષે ઈદની પાર્ટીમાં આમિરની બન્ને ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ એકસાથે જોવા મળી હતી. આમિરની માતા ઝીનત હુસેને હોસ્ટ કરેલી આ પાર્ટીમાં આમિરની બહેનો નિખત અને ફરહતે પણ હાજરી આપી હતી.

04 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેબ મુખરજી

ઍક્ટર દેબ મુખરજીનું ૮૩ વર્ષની ઉંમરે અવસાન

ફિલ્મમેકર ફ્રેન્ડ અયાન મુખરજીના પિતાના અવસાનને પગલે રણબીર કપૂર અલીબાગની ટ્રિપ ટૂંકાવીને તાબડતોબ મુંબઈ પરત ફર્યો ફિલ્મમેકર અયાન મુખરજીના પિતા અને ઍક્ટર દેબ મુખરજીનું ગઈ કાલે ૮૩ વર્ષની ઉંમરે વધતી વયને કારણે થયેલી બીમારીઓને પગલે મુંબઈમાં અવસાન થયું હતું અને શુક્રવારે સાંજે જ મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર જુહુના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. દેબ મુખરજીનો જન્મ ૧૯૪૧માં કાનપુરમાં થયો હતો. તેઓ શરૂઆતથી જ ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા હતા. દેબ મુખરજીના ભાઈ જૉય મુખરજી ઍક્ટર હતા અને શોમુ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર હતા. દેબ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અયાન મુખરજીના પિતા અને ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરના સસરા હતા. દેબ મુખરજીનાં પહેલાં લગ્નથી તેમને સુનીતા નામની દીકરી હતી જેણે આશુતોષ ગોવારીકર સાથે લગ્ન કર્યાં છે. દેબ મુખરજી કાજોલ અને રાની મુખરજીના કાકા હતા. દેબ મુખરજીનો પરિવાર બૉલીવુડ સાથે સંકળાયેલો છે જેને કારણે તેમના અંતિમ સંસ્કારમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અયાન મુખરજીનો ખાસ મિત્ર રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટની આજની બત્રીસમી ૩૨મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે અલીબાગ ગયો હતો, પરંતુ તે પણ આ ટ્રિપ ટૂંકાવીને તરત જ મુંબઈ પરત ફર્યો હતો. રણબીરે અંતિમ સંસ્કારમાં દેબ મુખરજીના પાર્થિવ શરીરને ખભે ઊંચકીને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાનકી બોડીવાલા, સ્નેહા દેસાઈ

આઇફા અવૉર્ડ્‍સમાં બે ગુજરાતી કન્યાઓનો સપાટો

જાનકી બોડીવાલાને  શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્‍સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્‍સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે  બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્‍સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને  ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્‍સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન  

11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
 કિરણ રાવે ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી

ટોટલ ટાઇમપાસ: દીકરા આઝાદ સાથે હૉલિડે પર નીકળ્યાં છે આમિર અને કિરણ

આમિર ખાન અને કિરણ રાવ તેમના દીકરા આઝાદ સાથે વેકેશન પર ઊપડ્યાં છે. ૨૦૦૫માં આમિર અને કિરણે લગ્ન કર્યાં હતાં. ૧૫ વર્ષ બાદ બન્ને લગ્નજીવનનો અંત લાવ્યાં હતાં. એ લગ્નજીવનમાં તેમને આઝાદ નામનો એક દીકરો છે. દીકરા માટે આ બન્ને અનેક વખત સાથે આવે છે. તેઓ અનેક ફૅમિલી-ફંક્શન અને તહેવારોને સાથે મળીને સેલિબ્રેટ કરે છે. તદુપરાંત ફિલ્મોને લઈને પણ તેઓ સાથે જ કામ કરે છે. હવે આ ત્રણેય સાથે ફરવા નીકળ્યાં છે અને એનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કિરણ રાવે કૅપ્શન આપી, રાવ-ખાન હૉલિડે. આ સાથે સાથે જ જુઓ બૉલિવૂડ સેલિબ્રિટિઝ શ્રદ્ધા કપૂર, સૈફ અલી ખાન, શત્રુઘ્ન સિંહા, અજય દેવગન, જુનૈદ ખાન અને સલમાન ખાનની લેટેલ્સ્ટ ન્યૂઝ.

01 July, 2024 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

લાપતા લેડીઝ` અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવ ફિલ્મની ઓસ્કારએન્ટ્રીથી ખુશ

લાપતા લેડીઝ` અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવ ફિલ્મની ઓસ્કારએન્ટ્રીથી ખુશ

કિરણ રાવની લાપતા લેડીઝને ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ સોમવારે જાહેરાત કરી. હવે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવે આ સમાચાર વિશે પોતાની ઉત્તેજના શેર કરી છે. તેમનો આનંદ સમગ્ર ટીમ દ્વારા અનુભવાયેલ ગર્વને પ્રતિબિંબિત કરે છે કારણ કે ફિલ્મને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે, જે વૈશ્વિક સિનેમામાં ભારતના વધતા પ્રભાવને વધુ પ્રકાશિત કરે છે. આ મોટી સિદ્ધિ વિશે સ્પર્શનું શું કહેવું છે તે જાણવા માટે આખો વીડિયો જુઓ!

25 September, 2024 02:16 IST | Mumbai
`લાપતા લેડીઝ` ઓસ્કાર તરફ આગળ વધી રહી છે, કિરણ રાવ ભાવનાત્મક પ્રતિભાવ શેર કરે છે

`લાપતા લેડીઝ` ઓસ્કાર તરફ આગળ વધી રહી છે, કિરણ રાવ ભાવનાત્મક પ્રતિભાવ શેર કરે છે

`લાપતા લેડીઝ` એ 2025 માટે શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર માટે સત્તાવાર રીતે ભારતની એન્ટ્રી છે. દિગ્દર્શક કિરણ રાવે ફિલ્મના મહત્વના સંદેશને અને કેવી રીતે આ પ્રતિષ્ઠિત પરાક્રમ તેને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે તેના પર પ્રકાશ પાડતા, તેની પસંદગી થવા પર ખુશી વ્યક્ત કરી. . તેણીએ અવિશ્વસનીય સમાચાર પર આમિર ખાનની હૃદયપૂર્વકની પ્રતિક્રિયા શેર કરી, સમગ્ર ટીમ માટે આ માઇલસ્ટોનની ઉજવણી કરી. `લાપતા લેડીઝ` 1 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આમિર ખાન પ્રોડક્શન્સ અને કિંડલિંગ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, લાપતા લેડિઝ એ કિરણ રાવની ધોબીઘાટ પછી દિગ્દર્શિત વાપસી તરીકે ચિહ્નિત કરી હતી.

24 September, 2024 02:04 IST | Mumbai
MAMI Select: સ્ક્રીનિંગમાં પહોંચ્યા મૌની રૉય, વિજય વર્મા સહિતના સેલેબ્ઝ

MAMI Select: સ્ક્રીનિંગમાં પહોંચ્યા મૌની રૉય, વિજય વર્મા સહિતના સેલેબ્ઝ

મુંબઈમાં ગુરુવારે આઇફોન પર શૂટ કરાયેલી ફિલ્મોના સંગ્રહ MAMI સિલેક્ટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સંખ્યાબંધ સેલેબ્સ હાજર રહ્યા હતા. નવા સગાઈ કરેલ દંપતી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ, સગાઈ પછી પહેલી વાર તેઓ જાહેરમાં જોવા મળ્યા હતા. કાર્પેટ પર મૌની રૉય, શબાના આઝમી, કિરણ રાવ, પ્રાજક્તા કોહલી, તારુક રૈના, જીમ સરભ, વિજય વર્મા, શોભિતા ધુલીપાલા, ઝોયા અખ્તર, ગૌરવ ચૌધરી અને અન્ય સ્ટાર્સ તેમની સાથે જોડાયા હતા.

19 April, 2024 02:57 IST | Mumbai
આમિર ખાને ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને `લાપતા લેડીઝ`ના કલાકારો સાથે જન્મદિવસની...

આમિર ખાને ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને `લાપતા લેડીઝ`ના કલાકારો સાથે જન્મદિવસની...

સુપરસ્ટાર આમિર ખાન આજે પોતાનો ૫૯મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સ્ટારે તેનો જન્મદિવસ પાપારાઝી અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે તાજેતરની હિટ ફિલ્મ `લાપતા લેડીઝ`ના કલાકારો સાથે ઉજવ્યો. વિડિયોમાં કિરણ રાવ આમિરને જન્મદિવસની કેક કાપ્યા બાદ તેને કેક ખવડાવતા જોઈ શકાય છે. `લાપતા લેડીઝ` એ આમિર ખાન પ્રોડક્શન હેઠળ કિરણ રાવની દિગ્દર્શિત ડેબ્યૂ છે. સ્ટારના જન્મદિવસની ઉજવણીના દૃશ્ય માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

14 March, 2024 10:45 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK