Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણ સાથે કામ કરવું છે નાનીને

દીપિકા પાદુકોણ સાથે કામ કરવું છે નાનીને

29 March, 2023 04:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારે બૉલીવુડના કોઈ ડિરેક્ટર સાથે કામ કરવું હોય તો એ છે રાજકુમાર હીરાણી. તેઓ જેવી ફિલ્મો બનાવે છે એ મને ખૂબ જ ગમે છે.

સાઉથના સ્ટાર નાની

સાઉથના સ્ટાર નાની


સાઉથના સ્ટાર નાનીને હવે દીપિકા પાદુકોણ સાથે કામ કરવું છે. દીપિકાની પ્રભાસ સાથેની ‘પ્રોજેક્ટ કે’ આવી રહી છે. તે સાઉથમાં પણ ફેમસ થઈ રહી છે. જોકે નાનીને ફક્ત દીપિકા જ નહીં, પરંતુ આમિર ખાન સાથે પણ કામ કરવું છે. તેની ‘દસારા’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. બૉલીવુડમાં કોની સાથે કામ કરવા માગે છે એ વિશે વાત કરતાં નાનીએ કહ્યું કે ‘મારે દીપિકા પાદુકોણ સાથે કામ કરવું છે. તે અદ્ભુત હિરોઇન છે અને જો એક સારી સ્ટોરી મળી તો મને તેની સામે કામ કરવું ગમશે. મારે બૉલીવુડના કોઈ ડિરેક્ટર સાથે કામ કરવું હોય તો એ છે રાજકુમાર હીરાણી. તેઓ જેવી ફિલ્મો બનાવે છે એ મને ખૂબ જ ગમે છે. મારે આમિર ખાન સર સાથે પણ કામ કરવું છે. તેમની ફિલ્મો જોવાનું પણ મને ખૂબ જ પસંદ છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK