° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


સાઉથ સુપરસ્ટાર થાલાપથી વિજયે પોતાના મા-બાપ વિરુદ્ધ નોંધાવ્યો કેસ, જાણો મામલો

20 September, 2021 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિજયે સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે તેમણે એવી કોઈપણ પાર્ટી શરૂ કરવા માટે સહેમતિ આપી નથી અને 11 જણ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેથી તેમને બેઠક આયોજિત કરવા કે ભીડ એકઠી કરવા માટે પોતાના નામ (વિજયના નામ)નો ઉપયોગ કરતા અટકાવી શકાય.

વિજય થાલાપથી

વિજય થાલાપથી

સાઉથ અભિનેતા થાલાપથી વિજયે પોતાના પિતા એસએ ચંદ્રશેખર અને મા શોભા સહિત 11 લોકો પર સિવિલ કેસ નોંધાવ્યો છે. વિજયે અરજીમાં કહ્યું કે કોઇપણ ભીડ એકઠી કરવા અને કોઈપણ પ્રકારની મીટિંગ કરવા માટે મારા નામનો ઉપયોગ ન કરી શકાય. 27 સપ્ટેમ્બરના આ મામલે સુનાવણી થશે.

વિજયે સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે તેમણે એવી કોઈપણ પાર્ટી શરૂ કરવા માટે સહેમતિ આપી નથી અને 11 જણ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેથી તેમને બેઠક આયોજિત કરવા કે ભીડ એકઠી કરવા માટે પોતાના નામ (વિજયના નામ)નો ઉપયોગ કરતા અટકાવી શકાય.

જાણો શું છે આખી ઘટના?
થોડાક મહિના પહેલા સમાચાર હતા કે વિજયની વેલફૅર ઑર્ગેનાઇઝેશન `વિજય મક્કલ ઇયક્કમ`ને પૉલિટિકલ પાર્ટી તરીકે રજિસ્ટર કરાવવામાં આવી રહી છે. આ પાર્ટીનું નામ હશે All India Vijay Makkal Iyakkam. ત્યાર બાદ વિજયના રાજકારણમાં આવવાને લઈને ચર્ચાઓ થવા લાગી. જો કે, વિજયે આ ચર્ચાઓને ફગાવી દીધી હતી.

ઇન્ડિયા ટુડે સાથે વાતચીતમાં વિજયના પિતા એસ એ ચંદ્રશેખરે કહ્યું હતું કે, `1993માં મેં વિજય માટે એક ફેન ક્લબ ચલાવ્યું અને 5 વર્ષ પછી આ વેલફેર એસોસિએશન બની ગયું. ગ્રુપમાં કેટલાય યુવાનો બતા અને અમે તેમને જવાબદાર વ્યક્તિ બનાવવા માગતા હતા. થોડાક વર્ષ પછી મેં આને વેલફેર ફોરમ બનાવી દીધું. લોકોની મદદદ માટે એવું કરવામાં આવ્યું. છેલ્લા 25 વર્ષથી લોકો કોઈપણ આશા વગર કરી રહ્યા છે. હવે, મેં લોકોને વધુ સારા કામ કરવા પ્રેરિત કરવા માટે આને ચૂંટણી આયોગ સાથે રજિસ્ટર કરાવી લીધું છે.`

વિજયના પિતાએ જાહેર કર્યું હતું કે તેમના રિલેટિવ પદ્મનાભન પાર્ટીના પ્રેસિડેન્ટ અને શોભા Treasurer છે. તો વિજયના પિતા પાર્ટીના જનરલ સેક્રેટરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by vijay official ? (@vijay_thalapathy_official__)

વિજયનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી
તો વિજયની પીઆર તરફથી જાહેર નિવેદનમાં લખ્યું હતું કે, "એક્ટર વિજયનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. પાર્ટી તેમના પિતા એસએ ચંદ્રશેખર દ્વારા રજિસ્ટર કરાવવામાં આવી હતી. ચાહકોને એ સમજવું જોઈએ કે તેમને પાર્ટી સાથે જોડાવાની કે કામ કરવાની જરૂર નથી. સાથે જ નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ કૉન્ટ્રોવર્સી ક્રિએટ કરવા માટે તેમના નામ, તસવીર તે પછી All India Thalapathi Vijay Makkal Iyakkamનો ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકો આમાં સામેલ છે, તેમને કાયદાકીય પરિણામ ભોગવવા પડશે."

જણાવવાનું કે આ પહેલા વિજયે પોતાની લગ્ઝરી કારના ટેક્સને લઈને ચક્ચામાં આવ્યા હતા. વિજય પર આરોપ હતો કે લંડનથી મગાવવામાં આવેલી કાર માટે તેમણે ટેક્સ ભર્યો નથી. વિજયે 2013માં રૉલ્સ રૉયસ ઘોસ્ટ કાર મગાવી હતી. મદ્રાસ હાઇ કૉર્ટે તેમના પર 1 લાખનો દંડ ફટકાર્યો હતો.

આ ફિલ્મોમાં વિજયે કર્યું કામ
થાલાપથી વિજય સાઉથ ઇન્ડસ્ટ્રીનું પૉપ્યુલર નામ છે. પોતાની એક્ટિંગ અને ફિલ્મોને કારણે વિજય ઘણીવાર લાઇમલાઇટમાં રહે છે. તે માસ્ટર, સરકાર, થેરી, મેર્સલ, થુપ્પક્કી, બીજીલ, વેલાયુધામ, પુલી, થીરુમલાઈ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે.

20 September, 2021 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રાજકુમાર સાથે ‘ભીડ’ જમાવશે ભૂમિ

ફિલ્મને લઈને ભૂમિએ કહ્યું હતું કે ‘અનુભવ સિંહાની ફિલ્મમાં કામ કરવાની તક મળવી મારા માટે સન્માન અને ગર્વની બાબત છે.

28 October, 2021 02:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફ્રીડમ ટુ ફીડ

બ્રેસ્ટ-ફીડિંગ કરાવતા ફોટોની કેટલાક લોકો પ્રશંસા કરે છે તો કેટલાક તેની નિંદા કરી રહ્યા છે.

28 October, 2021 02:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ઇન્ડસ્ટ્રીના લોકો ડ્રામા જોઈ રહ્યાં છે’

આર્યનના કેસમાં ઇન્ડસ્ટ્રી પર પ્રહાર કરતાં મિકા સિંહનો ફૂટ્યો રોષ

28 October, 2021 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK